ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌની દયાલ રેસીડેન્સી સ્થિત એક વિદ્યાર્થીનીની ગોળી મારીને હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીનીનો મૃતદેહ કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે વિદ્યાર્થીનીના કેટલાક મિત્રોને કસ્ટડીમાં લીધા છે. આરોપ છે કે, વિદ્યાર્થીની પોતાના એક મિત્રના કહેવા પર જ દયાલ રેસીડેન્સી સ્થિત મકાનમાં આવી હતી. જ્યાં પહેલાથી જ અનેક લોકો હાજર હતા અને શરાબ પાર્ટી કરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, મૃતક વિદ્યાર્થીનીની ઓળખ BBD કોલેજમાં અભ્યાસ કરતી નિષ્ઠા ત્રિપાઠી તરીકે થઈ છે. તે બી.કોમ ઓનર્સની વિદ્યાર્થીની હતી. નિષ્ઠા બુધવારે BBD કોલેજમાં આયોજિત ગણેશ ચતુર્થી કાર્યક્રમમાં પણ ગઈ હતી. પરંતુ ત્યાં તેના મિત્ર આદિત્ય પાઠકે તેને દયાલ રેસીડેન્સીમાં આવવા માટે કહ્યું હતું. નિષ્ઠા જ્યારે દયાલ રેસિડેન્સી સ્થિત જણાવેલ મકાનમાં પહોંચી ત્યારે ત્યાં પહેલાથી જ કેટલાક વિદ્યાર્થીઓ હાજર હતા.
આ વિદ્યાર્થીઓ વચ્ચે શરાબની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે જણાવ્યું કે, શરાબ પાર્ટી દરમિયાન બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ દેશી બનાવટની પિસ્તોલ કાઢી ફાયરિંગ કરી દીધુ હતું. આ ફાયરિંગમાં નિષ્ઠાને ગોળી લાગે અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતું. પોલીસે જણાવ્યું કે, સૂચના મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમને તે મકાનમાંથી દારૂની બોટલો મળી આવી હતી. આ મામલે પોલીસે નિષ્ઠાના મિત્ર આદિત્ય પાઠક સહિત અનેક લોકોનો કસ્ટડીમાં લીધા છે. પોલીસ તેમની સખ્તીથી પૂછપરછ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500