ગુજરાત સરકારના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા આજે તા.૧૯મી જૂન,૨૦૨૩ના રોજ "વિશ્વ સિકલસેલ દિવસ''ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ અને રાજપીપલા નગરના સિનિયર સિટીજન મંડળ ના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ-રાજપીપળા ખાતે વિનામૂલ્યે આરોગ્ય શિબિર યોજાઇ હતી. રાજપીપલા ખાતે યોજાયેલી શિબિરમાં હૃદયરોગ તથા ડાયાબિટીસ, હાડકાના રોગો, આંખ-કાન-ગળાના રોગો, સાંભળવાના અને બોલવાના રોગો, સ્ત્રીરોગ, દાંતના રોગો તેમજ સિકલસેલ રોગના દર્દીઓ, લેબોરેટરી ટેસ્ટ કરીને નિષ્ણાંત અનુભવી તબીબો દ્વારા મફત તપાસ કરી રોગનું નિદાન થકી સારવાર-દવાઓ આપવામાં આવી હતી.
આ શિબિરમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જનકકુમાર માઢકના પ્રયત્નો થકી અર્બન હેલ્થ સેન્ટર સહ પોલિક્લિનિક ખાતે સિકલસેલ રિસોર્સ સેન્ટર શરુ કરવામાં આવનાર છે. વધુમાં જીલ્લાના તમામ પ્રા.આ. કેન્દ્ર/સા.આ.કેન્દ્ર, એસ. ડી. એચ તેમજ ખાનગી હોસ્પિટલો ખાતે નવજાત સિકલસેલ પરિક્ષણ માટે તાલીમ આપી ટેસ્ટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવનાર છે. હાલમાં HPLC ટેસ્ટ જે ફક્ત સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હતો, તે હવેથી રાજપીપલાના અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આજ યોજાયેેલી શિબિરમાં રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ અને રાજપીપલા નગર સિનિયર સિટીજન મંડળના પ્રમુખશ્રી તથા મંડળના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500