ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર માજી નગર સેવકની કાર રોકી હથોડી વડે ચાર ઈસમોએ જીવલેણ હુમલો કરી લૂંટ કરતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નગરપાલિકા વોર્ડ ૮ ના માજી નગર સેવક મનહરભાઈ પરમાર ગત રાત્રીના સમયે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગાર્ડન સીટી ખાતે તેઓના મિત્રને મળવા માટે ગયા હતા બાદ તેઓ રાત્રીના સમયે પરત ફરતા અંકલેશ્વર ના ગડખોલ ઓવર બ્રિજ નજીક આવેલ સામ્રાજ્ય સોસાયટી પાસે GJ/16/BG/5228 નંબર ની ફોર વ્હીલ કાર તેઓની કાર આગળ આવી ઉભી રહી ગઈ હતી.
જે બાદ કાર માંથી અમિત ગોહિલ તેમજ વિશાલ ગોહિલ સહિત અન્ય બે ઈસમોએ ઉતરી આવી મનહરભાઈ પરમાર ને તેઓની ગાડી માંથી બાહર ખેંચી જઈ તેઓના હાથમાં રહેલ હથોડી વડે આંખ ના ભાગે તેમજ ડાબા ગાલ પર તથા અન્ય ઈસમોએ શરીરના ભાગે ઢીકાપાટુ નો માર મારી ગાળો ભાંડી મનહર પરમાર પાસે રહેલ ૫૦ હજાર ની રોકડ રકમ સહિત તેઓએ પહેરેલ ૨ લાખની કિંમત ની સોનાની ચેઇન લૂંટી લઇ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી સ્થળ પર લોક ટોળા ભેગા થઇ જતા તેઓની કાર લઇ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટનામાં ઇજાગ્રસ્ત માજી નગર સેવક મનહર ભાઈ પરમાર ને ઉપસ્થિત લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,જ્યાં મનહર પરમાર ના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ સંદીપ નામના ઈસમ સાથે અમિત ગોહિલ ની કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી જે બાદ તેઓએ ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકે સંદીપ ને સાથે રાખી ફરિયાદ આપી હતી જે અંગેની રિસ રાખી તેઓ ઉપર આ હુમલો થયો હોવાનુ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલ તેઓની ફરિયાદ માં મનહરભાઈ પરમારે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500