Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આશ્રમ શાળામાં સ્ટાફ ક્વાર્ટર્સ ના કાચા મકાનમાં આગ ફાટી નીકળી, જાન હાની ટળી

  • March 01, 2023 

સોનગઢ તાલુકાના સિસોર ગામે આશ્રમ શાળામાં શિક્ષકો અને સ્ટાફને રહેવા સ્ટાફ ક્વાર્ટર્સની વ્યવસ્થા છે. સ્ટાફ ક્વાર્ટર્સ ના કાચા મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઉપસ્થિત શાળાના સ્ટાફ અને ગ્રામજનોએ પોતાની રીતે આગને બુઝાવવા માટે પ્રયત્ન કર્યો હતો પણ આગનું સ્વરૂપ મોટું હોય આગ કાબુ માં આવી ન હતી.




આખરે શાળાના સ્ટાફ દ્વારા આ આગના બનાવ અંગે વ્યારા પાલિકા, સોનગઢ પાલિકા અને કાકરાપારના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરના જવાનો દોડી આવ્યા હતાં. જવાનોએ અંદાજિત બે કલાકથી વધુ સમય સુધી આગ પર પાણીનો મારો ચલાવતાં અંતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ બનાવમાં સ્ટાફ ક્વાર્ટર્સનું મકાન બળીને રાખ થઈ ગયું હતું અને તેની અંદર રાખવામાં આવેલ જૂનું ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ પણ બળી ગઈ હતી. સદનસીબે કોઈ વ્યક્તિને ઇજા કે નુકસાન થયું ન હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application