નિઝર ખાતેનાં સરકારી પશુ દવાખાનાનાં જર્જરિત મકાનમાં પશુપાલન વિભાગ દ્વારા દવાઓના બોક્સો પશુઓ માટેની અવધી વટાવી ચૂકેલ દવાઓ, ઇન્જેક્શનનો, સિરીઝો કે અન્ય ઉપકરણો તેમજ બિનજરૂરી જથ્થો ભરી રાખવામાં આવતો હતો જે વેસ્ટેજ દવા તેમજ અન્ય મેડિકલને લગતા જથ્થાને સંગ્રહ કરી રાખવામાં આવતો હોવાથી જે મકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ કરાતો હતો જોકે અચાનક પશુ દવાખાનાના બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી તેમજ આગનાં ગોટેગોટા બહાર નીકળતા તેમજ તેની દુર્ગંધ આસપાસના વિસ્તારમાં ફેલાતા રહીશો પોતાના પરિવાર સહિત બહાર દોડી આવ્યા હતા જયારે સળગતો દવાનો જથ્થામાંથી અસહ્ય દુર્ગંધ આસપાસ ફેલાતા જન આરોગ્ય જોખમ હોય તેવી સ્થિતિ પણ ઊભી થઈ હતી. ઘટના અંગેની જાણ સરપંચ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application