વલસાડના ગુંદલાવ ચોકડી પાસે આવેલા કેરવેલ પાછળ ઓઇલ અને કેમિકલના ગોડાઉનમાં સવારે અચાનક આગ લાગી હતી અને ગોડાઉનમાં મુકેલા ઓઇલ અને કેમિકલના ડ્રમમાં આગ લાગતા કેમિકલના ડ્રમ ફૂટતા આગ વધારે પ્રસરી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જયારે આ આગે બાજુમાં પાર્ક કરેલા વાહનો પણ ઝપેટમાં લઈ લીધા હતા અને આ આગની ઘટનાની જાણ કેરવેલ સંચાલક અને વલસાડ ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતા તેમજ વલસાડ અને અતુલ ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application