સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામ ખાતે આવેલ એક ફેબ્રીકેશન કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જેને પગલે બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા. પલસાણા તાલુકાના જોળવા ગામ ખાતે આવેલ એક ફેબ્રીકેશન કંપનીમાં વહેલી સવારે અચાનક કોઈ કારણોસર આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.
ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગને થતા બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. ગણતરીની કલાકોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેને લઇને હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બનેલી આ આગની ઘટનામાં કંપનીના માલિકને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. જોકે હજુ સુધી ક્યા કારણોસર કંપનીમાં આગ લાગી એ જાણવા મળ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application