Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શોર્ટ સર્કીટને કારણે ઝેરોક્ષની દુકાનમાં આગ લાગી

  • November 25, 2023 

વડોદરાનાં મકરપુરા રોડ પર ઝેરોક્ષની એક દુકાનમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. બરોડા ડેરી સર્કલ નજીક આવેલા ગોકુળ નગરમાં ગઈ રાતે ઝેરોક્ષની દુકાનમાંથી ધુમાડા નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે તપાસ કરતાં ઝેરોક્ષ મશીનમાં આગ લાગી હોવાનું જણાઈ આવ્યું હતું. ફાયર બ્રિગેડે થોડી જ વારમાં આગ કાબુમાં લીધી હતી. બનાવને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. જ્યારે વીજ કંપનીની ટીમને પણ જાણ કરાઈ હતી. પ્રાથમિક તબક્કે આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application