અંધાત્રી ગામના ગામતળ ફળિયામાં ઈ.સ.૧૯૯૪ માં સ્વાધ્યાય પરિવાર દ્વારા બે વડના રોપા રોપવામાં આવ્યા હતા અને તેનો ઉછેર કરવામાં આવ્યો હતો જે આજે ઘટાદાર વૃક્ષો બની ગયા હતા.સરપંચ શ્રી,મામલેતદાર,વન વિભાગ કે અન્ય કોઈપણ પરવાનગી લીધા વિના જ આજ રોજ અજાણ્યા ઇસમો દ્વારા આ વૃક્ષ કાપવામાં આવી રહ્યા હતા. જે અંગેની જાણ ગામના જાગૃત નાગરિકે વન વિભાગને કરી હતી. વન વિભાગ ને આ અંગે જાણ થતા વન વિભાગ ના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઈસમોને વૃક્ષ કાપતા અટકાવવામાં સફળ રહ્યા હતા.
જોકે આ વૃક્ષના લાકડાઓ એક ટેમ્પામાં ભરીને લઈ જવામાં આવ્યા હોય તેવા ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. ગેરકાયદેસર રીતે વૃક્ષના લાકડાઓને ક્યાં સગેવગે કરવામાં આવે છે ? એવા પ્રશ્નો ગ્રામજનોમાં ઉઠવા પામ્યા છે. આ બાબતે અંધાત્રી ગામના સરપંચ શ્રી ભાવનાબેન નો સંપર્ક કરતા તેમના ઘરના એક વ્યક્તિએ બચાવમાં જણાવ્યું હતું કે, વડના વૃક્ષની ડાળીઓ ઉતારવામાં આવી હતી, વૃક્ષ ની સંપૂર્ણ કાપણી કરવામાં નથી આવી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500