મનિષા એસ, સુર્યવંશી/ તાપી : સોનગઢનાં RTO ચેકપોસ્ટ પાસેનાં ધુલિયા નેશનલ હાઈવે પરથી પીકઅપ ટેમ્પોમાં વગર પાસ પરમીટે પશુ લઈ જતો ચાલક ઝડપાયો હતો, જયારે ક્રુરતા પૂર્વક પશુ ભરી આપનાર બે ઈસમો, કતલના ઈરાદે પશુ મંગાવનાર નવાપુર ખાતેનાં બે ઈસમો અને પાયલોટીંગ કરનાર બે ઈસમો મળી પોલીસે કુલ 6 ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ગુરૂવારનાં રોજ રાત્રીનાં સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, યુસુફ કાન્તાભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, સોનગઢ) પોતાના પીકઅપ ટેમ્પો નંબર GJ/19/U/1916માં વાછરડા ભરી સોનગઢ થઈ નવાપુર તરફ જવા નીકળેલ છે અને તેના પાયલોટીંગમાં સિલાશ શિવાજીભાઈ ગામીત (રહે.રાણીઆંબા ગામ, સોનગઢ) અને દિલીપ સુમનભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, સોનગઢ)નાઓ એક સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર GJ/26/N/2056ને લઈને આગળ છે.
જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસો સોનગઢ RTO ચેકપોસ્ટ પાસે વોચમાં ઉભા હતા. તે દરમિયાન વ્યારા તરફના હાઈવે તરફથી કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નવાપુર તરફ ભાગી છૂટ્યો હતો જયારે તેની પાછળ આવતો પીકઅપ ટેમ્પોને પોલીસે કોર્ડન કરી ટેમ્પો ચાલક સાથે પકડી લીધો હતો જોકે ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ યુસુફ કાન્તાભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ટેમ્પોના પાછળના ભાગે બેટરીનાં અજવાળે જોતા તેમાં કોઈ ઘાસચારો કે, પાણીની વ્યવસ્થા તથા પશુઓને ઉભા રહેવા માટે તળિયે માટી પણ નહિ રાખી તથા તેઓની પ્રાથમિક ઉપચાર માટે કોઈ સાધનોની વ્યવસ્થા નહિ રાખી અતિક્રુરતા પૂર્વક ખીચોખીચ ટૂંકી દોરી વડે બાંધેલ કુલ 12 વાછરડા અને 1 વાછરડી જોવા મળ્યા હતા. જોકે ટેમ્પો ચાલકની વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ વાછરડા અંકુર મગનભાઈ ગામીતનાં તબેલામાંથી અંકુર તથા યાકુબ વસનજી ગામીત (બંને રહે.બેડી ગામ, સોનગઢ)નાઓએ ભરાવી આપેલ હતા અને જે નવાપુર ખાતે કતલખાનુ ચલાવતા જહાગીર તથા ઈદરીશ કલીમ શાહ (બંને રહે.ઈસ્લામપુરા, નવાપુર) નાઓને પહોચાડવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે પીકઅપ ટેમ્પો અને ટેમ્પોમાં ભરેલ વાછરડા મળી કુલ રૂપિયા 3,65,000/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500