Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો

  • August 30, 2023 

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો રાજ્ય યુવક બોર્ડ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ- ૨૦૨૩ વાપીના ચલા ખાતે આવેલી સેન્ટ ફ્રાંસીસ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક “અ” વિભાગ ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, “બ” વિભાગમાં ૨૧ થી ૨૯ વર્ષ સુધીના અને “ખુલ્લો” વિભાગમાં ૧૫ થી ૨૯ વર્ષ સુધીના વય જુથની સ્પર્ધાનું આયોજન થયું હતું.

તાલુકા કક્ષાની ૧૫ કૃતિઓમાં વિજેતા થયેલા કલાકારો તેમજ સીધી જિલ્લા કક્ષાની ૧૮ કૃતિના સ્પર્ધકો અને જિલ્લા કક્ષાએ વિવિધ વિભાગની કુલ ૩૩ કૃતિઓમાં કુલ ૫૩૫ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા કલાકારો પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. આ કાર્યક્રમમાં સેન્ટ ફ્રાંસીસ સ્કૂલના આચાર્ય, જિલ્લા યુવા વિકાસ અધિકારી, પ્રાંત યુવા વિકાસ અધિકારી તથા શિક્ષકો, અને વિષય નિષ્ણાંતો હાજર રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application