Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવેલી ભોજનની થાળીમાં મરેલી ગરોળી નીકળી

  • July 20, 2023 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવેલી ભોજનની થાળીમાં પીરસવામાં આવેલી મગની દાળમાં મરેલી ગરોળી નીકળવાની ઘટના સામે આવતા તંત્ર અને સત્તાધીશો ચોંકી ઉઠયા હતા.

રીપોર્ટના આધારે કસૂરવારો સામે પગલા લેવામાં આવશે

આ ઘટનાને પગલે ત્રણ દર્દીને ફૂડ પોઈઝનીંગની અસર થતા તાત્કાલિક ઈન્જેકશન હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવ્યો હતા.હોટલ એપોલો સિંદૂરીને મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓને બે ટાઈમ ચા-નાસ્તો અને ભોજન આપવાનો કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે.મેયર કીરીટ પરમારે કહયુ,દર્દીને અપાયેલા ભોજન અને કીચનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તપાસના આદેશ અપાયા છે.રીપોર્ટના આધારે કસૂરવારો સામે પગલા લેવામાં આવશે.

હોટલ એપોલો સિંદૂરીને ભોજન માટેનો કોન્ટ્રાકટ આપવામા આવેલો છે.

શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા દર્દીને આપવામાં આવેલી ભોજન માટેની થાળીમાંથી મરેલી ગરોળી નીકળવાની ઘટનાને લઈ હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલે કહયુ,એસ.વી.પી.હોસ્પિટલમાં પાંચ વર્ષથી હોટલ એપોલો સિંદૂરીને ભોજન માટેનો કોન્ટ્રાકટ આપવામા આવેલો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.,શારદાબેન તેમજ નગરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા દર્દીઓને બે ટાઈમ ચા-નાસ્તો અને બે ટાઈમ ભોજન આપવા માટેનો કોન્ટ્રાકટ અગાઉ અક્ષયપાત્ર નામની સંસ્થાને આપવામા આવતો હતો.

હોટલ એપોલો સિંદૂરીને મહિને રુપિયા ૪૦ લાખ ચૂકવવામાં આવી રહયા છે.

ઉપરાંત બપોરે દર્દીઓને રોટલી-શાક,દાળ,ભાત તથા સાંજે ખીચડી-કઢી અને ભાખરી આપવામા આવે છે.એલ.જી.હોસ્પિટલમાં ૮૦૦,શારદાબેન હોસ્પિટલમાં ૬૦૦ તથા નગરી હોસ્પિટલમાં દસથી પંદર જેટલા સારવાર માટે દાખલ થતા દર્દીઓને  ચા-નાસ્તા ઉપરાંત ભોજન આપવામાં આવી રહયુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બે ટાઈમ ચા-નાસ્તા ઉપરાંત બે ટાઈમ ભોજન આપવા માટે હોટલ એપોલો સિંદૂરીને મહિને રુપિયા ૪૦ લાખ ચૂકવવામાં આવી રહયા છે.


દર્દીઓને પ્રતિ દર્દી રુપિયા ૯૦ના દરથી સવાર-બપોર બે ટાઈમ ચા-નાસ્તો તેમજ બે ટાઈમ ભોજન આપવાનો કોન્ટ્રાકટ અપાયો છે

અક્ષયપાત્ર દ્વારા દર્દી દીઠ રુપિયા ૬૫થી ૭૦ના દરથી બે ટાઈમ ભોજન આપવામાં આવતુ હતુ.હોટલ એપોલો સિંદૂરીને શારદાબેન,એલ.જી.તથા નગરી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને પ્રતિ દર્દી રુપિયા ૯૦ના દરથી સવાર-બપોર બે ટાઈમ ચા-નાસ્તો તેમજ બે ટાઈમ ભોજન આપવાનો કોન્ટ્રાકટ અપાયો છે.હોટલ સિંદૂરી દ્વારા ચા-નાસ્તામાં બ્રેડ-સેન્ડવીચ,પૌઆ સહિતની ચીજ નાસ્તામા અપાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application