વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના સાથે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ નિમિત્તે દિકરી સન્માન કાર્યક્રમ પ્રજાપતિ સમાજની વાડી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ‘બેટી બચાવ બેટી પઢાવ’ના જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર ભાવનાબેન મિસ્ત્રીનું સન્માન કલેકટરના હસ્તે કરાયું હતું. કલેક્ટર ક્ષિપ્રા અગ્રેએ જણાવ્યું હતું કે, મહિલાઓ પુરૂષ સમોવડી બને અને તેઓને પુરૂષોના બરાબર સ્થાન પ્રાપ્ત થાય તો જ સાચા અર્થમાં મહિલાઓનું સન્માન સાર્થક ગણાશે. જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, મહિલાઓને સ્પર્શતા કાર્યક્રમોમાં પુરૂષો પણ સમાન રીતે ભાગ લેશે તો જાતિગત ભેદભાવ દૂર થવાની સાથે બેટી બચાવવા માટે સમાન પ્રયત્નો કરી શકાશે. મહિલા અને બાળ અધિકારી એસ.આઇ.એ આવકારી યોજનાની જાણકારી આપી હતી. કલેક્ટરના હસ્તે દિકરી સંતાન ધરાવતા માતા-પિતાનું શાલ અને મોમેન્ટો આપી, દિકરી સંતાન દત્તક લીધેલ હોય તેવા માતા-પિતાનું પ્રમાણપત્ર આપી તેમજ તેમની દિકરીઓને સ્કૂલબેગ આપી સન્માન કરાયું હતું, જ્યારે વ્હાલી દિકરી યોજનાના મંજૂરી હુકમ, નવી જન્મેલી દિકરીઓને દિકરી વધામણા કીટ અપાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application