Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

  • March 27, 2021 

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દાંડીયાત્રા  અંકલેશ્વર  ખાતે આવી પહોંચતા રાત્રિ રોકાણના સ્થળે અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃષિ, ગ્રામ વિકાસ અને વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુએ હાજરી આપી હતી.

 

 

 

 

આ વેળાએ યોજાયેલ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંત્રી આર.સી.ફળદુએ દાંડીયાત્રામાં જોડાયેલા તમામ પદાયાત્રિકોને નતમસ્તક વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશની આઝાદીના ૭પ વર્ષ–આઝાદી કા અમૃત મહોત્સવનો રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ એવા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરાવ્યો હતો.

 

 

 

 

દાંડીયાત્રાનું આંદોલન ભારતની આઝાદીમાં અનેરૂ મહત્વ હોવાનું જણાવી મંત્રીએ દાંડીયાત્રાનું ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહયું કે આઝાદીના ૭પ વર્ષની આ અમૃત મહોત્સવ ઉજવણી ત્રણ ભાગમાં ઉજવીને ૭પ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો ધ્વારા એવા વીર શહિદો, હુતાત્માઓ અને ૧૮૫૭ના સંગ્રામના ક્રાંતિવીરો જેમણે પોતાનું જીવન ખપાવી આઝાદી અપાવી તેનું ચિર સ્મરણ જન જનમાં અને મન મનમાં ઉજાગર કરવામાં આ દાંડીયાત્રા ઉદીપક બનશે.

 

 

 

 

મંત્રીએ દેશ માટે મરી ફીટનારા શહીદવીરો પૂ.બાપુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ જેવા નામી-અનામી વીરોએ ભારતમાતાની મુકિત કાજે જીવન ખપાવી દીધું હતું તેનું વંદન સ્મરણ કર્યું હતું.

 

મંત્રીએ ઐતિહાસિક દાંડીયાત્રાનું સ્મરણ કરતાં જણાવ્યું કે દાંડીના દરિયાકિનારે ૧ ચપટી નમક-મીઠું ઉપાડીને પૂ.બાપૂએ બ્રિટીશરોની ચુંગાલમાંથી દેશને મુકત કરવાનો પવન ફૂંકેલો. દાંડીકૂચથી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજ રાજને હચમચાવી મૂકયું હતું.

 

 

 

 

આઝાદીના અમૃત મહોત્સવનો હાર્દ સમજાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે આજે આઝાદીના ૭પ વર્ષ બાદ સમગ્ર રાષ્ટ્ર લીવ ફોર ધ નેશનના મંત્ર સાથે વિશ્વ ગુરુ બનવા અગ્રેસર થઇ રહયું છે. ત્યારે પુનરાવર્તિત દાંડીયાત્રા દેશમાં જનચેતના જગાવનારી જનયાત્રા બની રહેશે. મંત્રીશ્રીએ ભારતના ભવ્ય ઇતિહાસની ગાથા પણ સૌને સમજાવી હતી.

 

 

 

 

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેવેશ દવે અને ગૃપ ધ્વારા ગાંધીજીના પ્રિય ભજન એવા વૈષ્ણવ જન રે.... તથા ગાંધી ભજનાવલી અને  દેશ ભકિતના ગીતો રજુ કર્યા હતા. અને યુવા આર્ટસ ગૃપ ધ્વારા સર્વ ધર્મ સમભાવ નાટક રજુ થયું હતું. કાર્યક્રમના પ્રારંભ પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરાએ સૌને આવકાર્યા હતા.         


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application