જંગલખાતાના ક્વાટર્સના રૂમના તાળા તોડી એક ફોરેસ્ટરે બંદુકના 12 કારતુસ અને વોકીટોકીની ચોરી કરી હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના નીંદવાડા ગામના એરિયામાં જંગલખાતામાં બીડગાર્ડ તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ હિરીયાભાઈ જાંબુચી ની ગેરહાજરીમાં તા.6 સપ્ટેમ્બર નારોજ સવારે 10:00 કલાક ના અરસામાં જીતુભાઈ લાલસિંગભાઈ વળવી રહે,નવી ભીલ ભવાલી-નિઝર નાએ જંગલખાતાના ક્વાટર્સ ના મુખ્ય દરવાજા તથા અંદરના રૂમના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી
એક આર્મી કલરની બેગમાં મુકેલ 12 બોરના 6 રાઉન્ડ, તથા એક્શન ગન ના 6 રાઉન્ડ મળી કુલ 12 રાઉન્ડ (કારતુસ) તથા વોકીટોકી, એક્સ્ટ્રા બેટરી ચાર્જર તેમજ સ્ટેન્ડ મળી કુલ રૂપિયા 25 હજાર મત્તાની ચોરી કરી હતી. બનાવ અંગે બીડગાર્ડ અલ્પેશભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે જીતુભાઈ વળવી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આપને અહી જણાવી દઈએ છીએકે, બંદુકના 12 કારતુસ અને વોકીટોકી,સ્ટેન્ડ અને એક્સ્ટ્રા બેટરી ચોરી કરનાર જીતુભાઈ વળવી ભરૂચ જીલ્લામાં ફોરેસ્ટર તરીકે ફરજબજાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500