ગાંધીનગરનાં કલોલ શહેરમાં આવેલ પાન પાર્લરમાં ઈ-સિગારેટ તેમજ નશાયુક્ત પીણાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. સીટી મોલ એકમાં આવેલ સ્મોક કાફેમાંથી પોલીસે 4400 રૂપિયાની કિંમતની બે ઈ-સિગારેટ જપ્ત કરીને જલ્પેશ પ્રજાપતિ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ, કલોલ શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ખૂની બંગલા ચાર રસ્તે પહોંચી હતી.
પોલીસને બાતમી મળી હતી કે, નવજીવન મિલ કમ્પાઉન્ડ સ્થિત સીટી મોલ 1માં આવેલા સ્મોક કાફેમાં નિકોટીન યુક્ત ઈ-સિગારેટનું વેચાણ થઇ રહ્યું છે. જેથી પોલીસની ટીમ સ્મોક કાફે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાફેમાં તપાસ કરતા બે ઈ-સિગારેટ મળી આવી હતી. આ બાબતે પોલીસે પાર્લરના સંચાલક જલ્પેશ અશોકભાઈ પ્રજાપતિ (રહે.જલુંદ)ને પૂછપરછ કરતા તેની પાસે ઈ-સિગરેટ વેચવાનો પાસ-પરવાનો મળી આવ્યો નહોતો. પોલીસે ઈ-સિગારેટની કિંમત ઓનલાઈન સર્ચ કરતા 2200 રૂપિયા જણાઈ હતી. પોલીસે 4400 રૂપિયાની બે નંગ ઈ-સિગારેટ જપ્ત કરી હતી. પોલીસે સ્મોક કાફેમાં રહેલા જલ્પેશ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application