Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના માયપુર ગામની સીમમાં ટાયર ભરેલું કન્ટેનર પલટ્યું, એકને સામાન્ય ઈજા

  • September 19, 2023 

વ્યારાના માયપુર નેશનલ હાઇવે માર્ગ પર ટાયર ભરી લઇ જતું એક કન્ટેનર પલટ્યું હતું, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આ અકસ્માતના બનાવમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના માયપુર ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર-53 ઉપર ગતરોજ બપોરેનાં ૨ કલાકે પ્રયાગરાજ હોટલની સામે હાઈવે માર્ગ પરથી ઘેટાં-બકરાઓનું એક ટોળું પસાર થઇ રહ્યું હતું.



દરમિયાન એક કાર ચાલકે એકાએક બ્રેક મારતા પાછળથી આવતા આ કન્ટેનરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર સાથે પાછળ અથડાઈ હતી અને ત્યારબાદ નેશનલ હાઇવેની વચ્ચો-વચ્ચ ડીવાઇડર પર પલટ્યું હતું, અકસ્માત થતાની સાથે જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનોની રફતારને બ્રેક લાગી ગઈ હતી. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ સહિતનો કાફલો અકસ્માત સ્થળે દોડી આવી ટ્રાફિક લાઈન ક્લીયર કરાવી હતી. આ અકસ્માતના બનાવમાં કન્ટેનરના ક્લીનરને સામાન્ય ઈજા પહોંચી હતી, સદનસીબે આ અકસ્માતના બનાવમાં કોઈ જાન હાની પહોંચી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application