કવાંટનાં કુટબી ગામની સગીરવયની છોકરીનું ઘરેથી અપહરણ કરીને તાંત્રિક વિધિ કરવામાં આવ્યા છે. નસવાડી તાલુકા કડુલી મોહુડી ચોકડી થઈને તણખલા ગામ નજીકમાં આવેલા ગામના એક મકાનમાં રાખીવામાં આવી હતી. જ્યાં બે ધૂતારાઓએ યુવતીને નિર્વસ્ત્ર કરી શરીરનાં અલગ અલગ ભાગોમાં કંકુના ચાંદલા કરી ગાળામાં દોરો બાંધ્યા હતા. તે સાથે બંને પગમાં નારિયલ બાંધી અને તાંત્રિક વિધિ કરી હતી. પરંતુ તાંત્રિક વિધિમાં ખલેલ પડતા તાંત્રિક વિધિ પુરી ના થતા યુવતીને લાવનાર સાથે પરત ઘરે મોકલતા યુવતી માનસિક રીતે સ્વસ્થ થતા કવાંટ પોલીસ સ્ટેશનમાં 10 સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં 15 જેટલા વ્યક્તિ સંડોવણી હોવાનું અનુમાન છે.
જયારે નસવાડી તાલુકાની બે ઈક્કો ગાડીનો આ તાંત્રિક વિધિમાં ઉપયોગ કરવામાં પણ આવ્યો હતો. નસવાડી તાલુકામાં કુટબી ગામે એક સગીરવયની યુવતી એકલી હોવાનો ફાયદો ઉઠાવી ગામની એક મહિલા અને એક યુવક પટાવી ફોસલાવી લગ્નમાં જઈ આવ્યે તેમ કહી મોટર સાયકલ ઉપર બેસાડી લઇ ગયા હતા. નસવાડી તાલુકાના કડુલી મોહુડી ચોકડી ઉપર પસાર થઇને તણખલા ગામ તરફ આવવા માટે બે ઈક્કો ગાડી ભેગી કરી હતી અને તેમાં યુવતીને બેસાડી તણખલા ગામ નજીકમાં લઇ ગયા હતા. મકાનમાં તાંત્રિક વિધિની શરૂવાત કરી હતી અને ઓમ કર્યો હતો. ત્યાં બે સાધુ મહારાજો જેવા લાગતા વ્યક્તિઓ પણ હતા.
ત્યારબાદ સગીરાને નિર્વસ્ત્ર કરી શરીરના અલગ અલગ ભાગોમાં કંકુના ચાંદલા કર્યા હતા. ત્યાર બાદ ગળામાં દોરો અને પગમાં નારિયલ પણ બાંધવામાં આવ્યા હતા. જયારે યુવતીને તાંત્રિક વિધિ માટે મંત્ર યાદ કરાવ્યા હતા. જેમાં પીરમ પીર દશખીતી ધીર, અગર મેરા કામ નહિ હુવા તો ફુલસિંગ દાદા કી આન હૈ તેવા મંત્રો યુવતીને બોલાવ્યા હતા. ત્યાર પછી યુવતીને ઈંચકી આવતા મહારાજે યુવતીને પાણી જેવું પ્રવાહી પીવડાતા યુવતી બેભાન થઇ ગઈ હતી. યુવતીને લાવનાર તમામ લોકો ત્યાં હાજર હતા. જેમાં એક મહિલા તેની સાથે બીજા અન્ય લોકો હાજર હતા.
સગીરાને ત્રણ એક કલાક બાદ ભાનમાં આવતા યુવતીને સંગીતા ભાભીએ કહ્યુ હતુ કે, છાની માની રેહજો કોઈને કશુ કેહતી ના અને જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. ત્યાર બાદ ટુકડે ટુકડે 4 બસો બદલીને બાઈક મુકેલ હતી. ત્યાં પહોંચેલ ત્યાર બાદ એક યુવક વિકેશે ઘર નજીક ઉતારીને જતો રહ્યો હતો. જેથી આ યુવતી ઘરે પહોંચતાં ગુમ સુમ રહેતા ઘરના સભ્યોએ સમગ્ર હકીકત હિમ્મત આપીને પૂછતાં યુવતીએ સમગ્ર હકીકત જણાવતા તેની ફરિયાદ કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
જેમાં આરોપી સંગીતાબેન જંગલીયાભાઈ ભીલ (રહે.કોટબી), વિકેશભાઈ મીનકાભાઈ ભીલ (રહે.કોટબી), દિલીપભાઈ ભીલ (રહે.સીમલઘોડા વસાહત) તેમજ બે બાઈક લઈને આવેલ 3 અજણયા માણસો અને બે ઈક્કો ગાડી લઈને આવેલ બે અજણયા માણસો અને બે મહારાજ સહિત 10 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે આ બાબતે કવાંટ પી.એસ.આઈને પૂછતાં આ ઘટનામાં સગીરવયની યુવતીને તાંત્રિક વિધિ કરવા માટે લઈ જવામાં આવી હતી તેની તપાસ ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500