ઉચ્છલના એક ગામનો 17 વર્ષનો યુવક ગામમાં જ રહેતી 15 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતાં સગીરાના પિતાએ પોલીસ મથકે પોસ્કો એક્ટ પ્રમાણે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર ઉચ્છલ-નવાપુર નેશનલ હાઇવે પર આવેલા એક ગામમાં રહેતો 17 વર્ષ ના યુવકે તેના જ ગામમાં જ રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેઓ અવારનવાર મળતાં પણ હતાં.એ પછી ગત પાંચ છ દિવસ પહેલાં આ કિશોર સગીરા ને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.પરંતુ તે વખતે ઘર ના અને સમાજના લોકોની સમજાવટ બાદ તેઓ પરત ઘરે આવી ગયા હતા અને મામલો થાળે પડી ગયો હતો.
જો કે ગત બે દિવસ પહેલાં જ ફરી થી બંને પ્રેમી પંખીડા કોઈ ને પણ કશું જાણ કર્યા વિના નાસી ગયા હતાં.જે બાદ સગીરાનો કોઇ પત્તો ન લાગ્યો નહોતો.આ અંગે સગીરાના પિતાએ ઉચ્છલ પોલીસ મથકે યુવક સામે પોતાના કાયદેસરના વાલીપણા માંથી દીકરીનું અપહરણ કરી જવા બાબતે અને લગ્નની કાયદેસરની ઉંમર ન હોવા છતાં તેને લગ્ન ની લાલચ આપી ભગાડી જવા સંદર્ભે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળ ની તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500