Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીનાં ટાંકી ફળિયામાંથી રીક્ષા ચોરીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • April 28, 2024 

વાપીનાં ટાંકી ફળિયા જે ટાઈપ રોડ પર દુર્ગામાતા મંદિર પાસે રહેતા સુબોધભાઈ સિંહની ઓટો રિક્ષા કોઈ અજાણ્યા ચોર ઈસમે રાત્રી દરમિયાન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, વાપીનાં ટાંકી ફળિયામાં રહેતા સુબોધભાઈ બિશદેવે પોતાની બજાજ કોમ્પેક્ટ કંપનીની ઓટો રીક્ષા ખરીદી હતી જોકે આ રીક્ષા નંબર GJ/15/YY/6312ને ગત તારીખ 22નાં રોજ રાત્રિના સમયે ઘરની સામે પાર્ક કરી તેઓ ઊંઘી ગયા હતા જે બાદ સવારે ઊઠીને જોતા ઘર સામે પાર્ક કરેલી રિક્ષા ગાયબ હતી જેથી તે કોઈ ચોર ચોરી ગયાનું સમજાતા આ મામલે વાપી ટાઉન પોલીસને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application