સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી દ્વારા સાંસદ યોગ (ભાઇઓ/બહેનો) સ્પર્ધા યોજવામાં આવનાર છે. જે અન્વયે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ DLSS વ્યારા અથવા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૩/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ કચેરીમાં ભરી જમા કરાવવાના રહેશે.
વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર - (૯૮૭૯૫૩૬૬૬૮/ ૯૭૨૪૫૭૩૫૨૪) ઉપર સંપર્ક કરી શકાશે. યોગ સ્પર્ધાનું આયોજન વય જૂથનું ગ્રુપ અનુસાર કરવાનું રહેશે. એ ગૃપ-૦૯ થી ૧૯ વર્ષ સુધીના, બી ગૃપ-૨૦ થી ૩૫ વર્ષ સુધીના, સી ગ્રપ- ૩૬ થી ૬૦ વર્ષ સુધીના અને ડી ગૃપ-૬૦ વર્ષથી વધુ વયના તમામ આ મુજબ કરવામાં આવશે. જેમાં જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૩ની ગણવામાં આવશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ સ્પર્ધકોને ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500