Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરના તરીયા ખાતે સાફ-સફાઇ ઝુંબેશ યોજાઇ

  • November 07, 2023 

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના તરીયા ખાતે શાળા તેમજ પંચાયત વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં વધુને વધુ લોકો સફાઈ ઝુબેશમાં જોડાઈને મોટું યોગદાન આપી આ અભિયાનને સફળ બનાવી રહ્યા છે. આ સાથે જિલ્લામાં બે મહિના દરમિયાન શહેર તથા ગ્રામ્ય સ્થળે સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. સફાઇ ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના તરીયા ખાતે શાળાના બગીચા વિસ્તાર અને ગામ પંચાયતના જાહેર સ્થળો અને રસ્તાની આજુબાજુ સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સાથે પંચાયત વિસ્તારમાં પડેલા કચરાને એકત્રિત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application