ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને જુગાર સહિતની બદી નાથવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ આકરા પાણીએ દેખાઈ રહ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. પોલીસ કમિશનરે ડીસીપી, એસીપી અને થાણા ઇન્ચાર્જને સૂચના આપીને પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની અમદાવાદમાં સતત કાર્યવાહી બાદ એક પરિપત્ર જાહેર કરાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે પરિપત્ર જાહેર કરીને તમામ અધિકારીઓને સૂચના આપી દીધી છે. જેમાં ડીસીપી, એસીપી અને થાણા ઇન્ચાર્જને સૂચના આપી છે. જેમાં પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા જણાવ્યું છે. દારૂ, જુગાર સહિતની પ્રવૃત્તિઓ પોતાના વિસ્તારમાં ચાલે નહીં તેની તકેદારી રાખવા પરિપત્ર કર્યો છે. બેજવાબદાર કર્મચારી અને અધિકારી વિરૂદ્ધ પગલાં ભરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. PCBની ટીમને પણ વધુમાં વધુ રેડ કરવાની સૂચના આપી છે. પરિપત્રમાં શહેરના પોલીસના અધિકારીઓ અસામાજિક પ્રવૃતિઓ ડામવા નિષ્ફળ રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર પોલીસની છબી ખરડાઈ રહી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેથી તમામ ડીસીપીને તેમના નીચેના એસીપી અને અન્ય અધિકારીઓ પર નજર રાખવા સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને ક્રોસ રેડ કરવાના પણ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમદાવાદ શહેરમાં smcની એક રાત માં 5 રેડ કરવા માં આવી છે જેમાં ખાસ કરી ને દારૂ અને જુગાર માં એક સાથે 5 કેસ કરવા માં આવ્યા છે એક સાથે પાંચ કેસ થયા શહેર પોલીસ ની PCB નિષ્કાળજી છતી થઇ છે અમદાવાદ શહેર ની નિષ્કાળજી અન્ય કોઈ એ નહિ પણ ખુદ તેમની પોલીસ ની એજન્સી એટલે કે SMC એ જ કરી છે અમદાવાદ શહેર સોલા , ઓઢવ , વાડજ અને નિકોલ માં દારૂ અને જુગાર ના 5 કેસ કરવા માં આવ્યા છે આ 5 કેસો માં 11 લાખ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી ને 16 આરોપી ઓ ની ધરપકડ અને 10 આરોપી ફરાર થયા છે.
વર્ષ 2024 માં જાણે પોલીસે બદનામ થવા નું જ નક્કી કર્યું છે ત્યારે અમદાવાદ શહેર માં 12 કલાક માં SMC એટલે કે ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ એ એક સાથે 5 રેડ કરી દારૂ અને જુગાર ના કેસ શોધી કાઢ્યા છે જેમાં અમદાવાદ શહેરના 4 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SMC ની મોટી કાયૅવાહી કરી છે સોલા પોલીસ સ્ટેશમાં હદ વિસ્તારના ચાંદલોડિયા રેલવેના છાપરામાં રેડ કરી 29 લિટર દેશી દારુ સાથે 8 ની ધરપકડ કરી છે નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નિકોલ ગામ બહુચર ચાર રસ્તા પાસે મહેશ્વરી સોસાયટીના મકન નં 5 માંથી 73 બોટલ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે. વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દામોદર ભુવન લક્ષ્મી નારાયણ મંદિર પાસે અને ચાંપાનેર સોસાયટી માંથી 479 બોટલ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે ઓઢવમાં જીઆઈડીસી પાસે જય કેમિકલ ગેટ નજીક ખુલ્લામાં દેશી દારુ ના અડ્ડા પર રેડ કરી 230 લિટર દેશી દારૂ સહિત 3 ની ધરપકડ કરી છે ત્યારે ઓઢવ સ્મશાન રોડ પાસેના ચામુંડા નગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરી 125 લીટર દરું સાથે 38 ની ધરપકડ કરી છે ત્યારે અમદાવાદ માં એક સાથે 5-5 રેડ થયા બાદ અમદાવાદ શહેર પોલીસ અને પોલીસ કમિશ્નર ના તાબા હેઠળ આવતી PCB ની સ્કોડ પર સવાલો ઉભા થઈ થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500