રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક પરિપત્ર જાહેર કરતા ચર્ચામાં આવી છે. આ પરિપત્ર ગર્લ્સ હોસ્ટેલ માટે જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા નહીં પણ મર્યાદામાં કપડા પહેરવા સહિત અલગ-અલગ 28 જેટલા નિયમનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે આજે જાહેર કરાયેલા પરિપત્રમાં ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત યુનિવર્સિટિમાં આવેલી અલગ-અલગ પાંચ હોસ્ટેલ માટે નિયમનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં હવેથી હોસ્ટેલના પાર્થના હોલ અને ડાઈનિંગ હોલમાં વિદ્યાર્થીનીને મર્યાદામાં કપડા પહેરવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રુપિયા નક્કી કરવામાં આવી છે. આ પરિપત્રમાં વિદ્યાર્થીની પોતાના કુટુંબી પરિચિત બહેનોને રાખવા માટે રેકટરની મંજુરી લેવી પડશે તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની હાજરી પુરવામાં આવશે. આ પરિપત્ર જાહેર કરવાને લઈને વિદ્યાર્થીનીઓએ કહ્યું હતું કે, મેરિટ લિસ્ટમાં ગોટાળાને દબાવવાનો મુદ્દો આ પરિપત્રથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
આ સિવાય વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે, અમને ખ્યાલ છે કે કઈ જગ્યાએ કેવા કપડાં પહેરવા જોઈએ. આ પરિપત્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી (Girish Bhimani)એ કહ્યું હતું કે, ફ્કત ભોજન લેવા જાય ત્યારે અને પ્રાર્થના હોલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ ઉપરાંત ગિરીશ ભીમાણીએ વધુમાં કહ્યું હતું કે આ નિયમ ગર્લ્સ અને બોયસ એમ બંન્નેને લાગુ પડે છે અને આ પરિપત્ર નહીં માત્ર નિયમો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500