Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિલ્ડરને ફેસબુક ઉપર ખોટી પોસ્ટ મૂકી બદનામ કરી રૂપિયા એક લાખ પડાવનાર વિરુદ્ધ ગુનો દાખલ

  • September 02, 2023 

સુરતના કતારગામ સ્થિત સ્વર્ગ રેસિડેન્સીમાં રહેતા અને લાલ દરવાજા ખાતે ઓફિસ ધરાવતા મૂળ બોટાદના વૃદ્ધ બિલ્ડરને ફેસબુક ઉપર ખોટી પોસ્ટ મૂકી બદનામ કરી રૂપિયા 1 લાખ પડાવનાર બાજીરાવ સિંઘમ વિરુદ્ધ મહિધરપુરા પોલીસે ખંડણીનો ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મૂળ બોટાદના રોહીશાળાના વતની અને સુરતમાં કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ સ્વર્ગ રેસિડન્સી ફ્લેટ નં.1301/એ માં રહેતા 60 વર્ષીય મગનભાઇ ત્રીકમભાઇ ડોબરીયા લાલ દરવાજા વીનસ હોસ્પિટલ સામે એકસીલન્ટ બિઝનેસ હબમાં માર્ક ડેવલોપર્સના નામે ઓફિસ ધરાવે છે.



સુરતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 28 વર્ષથી કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા મગનભાઈ જ્યાં રહે છે તેનું બાંધકામ પણ તેમણે જ કર્યું હતું. બે મહિના અગાઉ તે ફેસબુક સર્ફ કરતા હતા ત્યારે બાજીરાવ સિંઘમ નામના એકાઉન્ટમાં તેમની બિલ્ડીંગમાં તે વ્યકિતએ જઈ આ જમીન પચાવી પાડેલી છે, 15 દિવસમાં જમીન ખાલી કરવાની નોટીસ આવી જશે તેવું બોલતો વિડીયો બનાવી પોસ્ટ કર્યો હતો. તે સમયે તેમણે ધ્યાન આપ્યું નહોતું. જોકે ત્યારબાદ તારીખ 9 જુલાઈના રોજ તેમને દૂરના સંબંધી મહેશભાઈ દેવાણીએ ફોન કરી ફેસબુકમાં બાજીરાવ સિંઘમ તમારી બાંધકામની સાઈટ અંગે દુષ્પ્રચાર કરે છે અને તમારી બદનામી થાય છે તેમ કહ્યું હતું.



ત્યારબાદ ઓફિસે મળવા આવ્યા ત્યારે બાજીરાવ સિંઘમ દિનેશ કાળુ ગોપાણી છે અને તે મળવા માંગે છે તેમ કહ્યું હતું. મગનભાઈએ તેમને હું આવા વ્યક્તિને મળવા માંગતો નથી તેમ કહ્યા બાદ બાજીરાવ સિંઘમ અવારનવાર તેમાં વિશે અને બિલ્ડર ભગત વિશે ફેસબુક પર ગમેતેમ લખતો હતો. કારણ વિના બદનામી કરતા બાજીરાવ સિંઘમને મગનભાઈ મહેશભાઈને વચ્ચે રાખી મળવા કહેતા બાજીરાવ સિંઘમે રૂપિયા 5 લાખની માંગણી કરી હોવાનું મહેશભાઈએ જણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application