મનિષા એસ.સુર્યવંશી/વ્યારા : નિઝરનાં વેલ્દા ગામનાં ભવાની ફળીયામાં યોગિતાબેન કિશોરભાઇ પાડવી, કિશોરભાઇ રાજુભાઇ પાડવી, રાજુભાઇ બન્યાભાઇ પાડવી, સચીનભાઇ વસંતભાઇ પટેલ, રીયાઝભાઇ અબ્દુલભાઇ તૈલી, અશફાકભાઇ સત્તારભાઇ ખાટીક, સાગરભાઇ એકનાથભાઇ પટેલ અને ફીરોઝભાઇ મુશીરખાં પઠાણ, (તમામ રહે. વેલ્દા ગામ, તા.નિઝર, જિ.તાપી) નાઓ એકસંપ થઈને લીઝ ધારકો પાસેથી મેળવેલ રૂપીયાની વહેંચણી કરતા હતા. તે સમયે વિજયભાઇ આત્મારામભાઇ પાડવી અને વિજયભાઇ કોચરૂભાઇ પાડવી નાઓએ પૂછ્યું કે, તમે કેમ પૈસાની વહેંચણી કરો છો..? જેથી તમામ આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને બંને જણાને નાલાયક ગાળો આપવા લાગ્યા હતા.
તેમજ રાજુભાઇ પાડવી નાઓ એકદમ ઉશ્કેરાઇ જઈને બંનેનાં ગાલ ઉપર થપ્પડ મારી દીધેલ તથા નાલાયક ગંદી ગાળો આપી કહેવા લાગેલ કે, “ચુપચાપ જે પૈસા આપીએ છીએ તે લઈલો નહીતર તમારા હાથ-પગ તોડી નાખીશું” તેમ કહી જતા રહ્યા હતા. ત્યારબાદ શ્રીરામભાઇ રામચંદ્રભાઇ પાડવી (રહે.વેલ્દા ગામ, જલારામ નગર,નિઝર) નાઓએ મજરોને કહેવા ગયેલ કે, “તમે બધા, ગામ લોકોને પુછ્યા વગર લીઝનાં પૈસાની કેમ વહેંણી કરો છો..?” તેમ પુછતા યોગિતાબેન પાડવી, કિશોરભાઇ પાડવી અને રાજુભાઇ પાડવી નાઓ એકદમ ઉશ્કેરાઇ જઈને શ્રીરામભાઇને કહેવા લાગેલ કે, “તને બહુ આગેવાની કરતા આવડે છે તું પણ અહિંથી જતો રહે નહીંતર તને અમે બધા જાનથી મારી નાખીશું જેવી ધમકી આપી હતી. બનાવ અંગે શ્રીરામભાઇ પાડવીની ફરિયાદના આધારે રવિવારના રોજ નિઝર પોલીસે એક મહિલા સહિત આઠ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500