Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ : દારૂનો નશો કરી ઘરના સભ્યો સાથે ઝગડો કરનાર યુવક વિરુધ્ધ કાર્યવાહી

  • February 09, 2021 

દારૂનો નશો કરી ઘરના સભ્યો સાથે ઝગડો કરી તકરાર કરનાર યુવક વિરુધ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો,

 

 

 

મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામના ચિંતનભાઈ કુમુદભાઈ પટેલ પોલીસ ને ટેલીફોનીક ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મારો ભાઈ મિતેશ પટેલ નાનો દારૂનો નશો કરી મારા ઘરના સભ્યો સાથે ઝગડો તકરાર કરે છે, અને રોડ ઉપર જાહેરમાં ગમેતેમ બકવાસ-લવારા કરે છે, સ્થાનિક પોલીસેને ટેલીફોનીક વર્દી મળતા પેલાડ બુહારી ગામના ઉગમણા ફળીયામાં પહોંચી તપાસ કરતા મિતેશભાઈ કુમુદભાઈ પટેલ નાનો કોસંબીયા ગામે જાહેરમાં રોડ ઉપર દારૂ જેવા કોઈ કેફી પીણાનો નશો કરી લથડીયા ખાતો,ગમેતેમ લવારા-બકવાસ કરતો મળી આવ્યો હતો,જેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application