નર્મદાના નાંદોદ તાલુકાની એક ગામની સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. બનાવની વિગત એવી છે કે, નાંદોદના એક ગામમાં રહેતી શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરાને નાંદોદ તાલુકા તાલુકાના વાવડી ગામના પ્રકાશ કોઈજીભાઈ વસાવા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તે સમયે આરોપીએ સગીરાને હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું.
જોકે તારીખ 9 ઓગષ્ટ 2023ના રોજ બપોરના સમયે મળવા બોલાવી સગીરાને હાથ પકડી ખેતરમાં ખેંચી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધોના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. જેની શારીરિક તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારે ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજપીપળા ટાઉન પોલીસે આરોપી પ્રકાશ કોઈજી વસાવા (રહે.વાવડી, સડક ફળિયા, તાલુકો નાંદોદ, જિ.નર્મદા)ની સામે પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500