Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ માંથી ૧૬ વર્ષીય સગીરાને ભગાડી લઇ જતા યુવક સામે એફઆઈઆર

  • May 09, 2022 

મનિષા સુર્યવંશી/વાલોડ : વાલોડના એક વિસ્તારમાંથી ૧૬ વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણા માંથી સગીરાને ભગાડી લઇ જતા ગામના જ યુવક વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.


મળતી માહિતી અનુસાર વાલોડ ટાઉનના વિસ્તારમાં રહેતી સગીરાને ગતરોજ ફરિયાદના રહેણાંક ઘરેથી જ અબુબક્કર ઉર્ફ અબુ અબ્દુલ રઉફ મલેક (ઉ.વ.આશરે ૨૧) રહે,કલી મોલની પાછળ –વાલોડ નાએ સગીરા ને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણા માંથી (ઉ.વ.આશરે ૧૬ વર્ષ ૨ માસ )ની સગીરાને ભગાડી લઇ જતા સગીરાના પરિવારજનોએ અબુબક્કર ઉર્ફ અબુ અબ્દુલ રઉફ મલેક નામના યુવક વિરુદ્ધ ફરિયાદ આપતા વાલોડ પોલીસે ઇ.પી.કો.કલમ-૩૬૩,૩૬૬ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

-


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application