Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સૂર્યાસ્તબાદ પૂર્વ મંજૂરીવગર રોપવે ચલાવવા બદલ કંપની સામે ગુનો દાખલ

  • November 05, 2022 

દિવાળીના તહેવારોના સમયે પૈસા કમાવી લેવાની લાલચમાં ઉડન ખટોલા રોપવે દ્વારા સૂર્યાસ્ત બાદ મોડે સુધી રોપવેનું સંચાલન શરૂ રાખવામાં આવતું હતું આ જોખમી અને ગંભીર બાબતો હોવા છતાં વનતંત્રએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો હતો એક નોટિસનો જવાબ ન આપતા રોપવે કંપનીને બીજી નોટિસ ફટકારી હતી રોપવે કંપનીએ પૈસા કમાવી લેવાની લાલચમાં દિવાળીના તહેવારો સમયે સૂર્યાસ્ત બાદ મોડે સુધી રોપવે ચલાવવામાં આવતો હતો આ અંગે ઉચ્ચકક્ષાએ ફરિયાદ થતા વનતંત્રીએ બે નોટિસ આપ્યા બાદ અંતે પ્રથમ ગુના અહેવાલ દાખલ કરી અને બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે.






સૂત્રોના જણાવ્યા પ્રમાણે વનવિભાગ દ્વારા રોપવેના સંચાલન સ્થળ પર જ સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરાઓના પુરાવા તરીકે ફૂટેજ મેળવી વનતંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વનવિભાગ દ્વારા પૂર્વ મંજૂરી વગર રોપવે ચલાવવા બદલ વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે પરંતુ હકીકતે કંપનીને આપવામાં આવેલી શરતભંગ પણ થઈ હોવાનું સ્પષ્ટ થાય છે છતાં પણ શરત ભંગની હજુ કલમનો ઉમેરો કરવામાં આવ્યો નથી જેથી રોપવે કંપનીની સામે શરત ભંગ મુજબની પણ કાર્યવાહી થાય તેવી પ્રકૃતિપ્રેમીઓ માંગ કરી રહ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application