Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ચોરવાડ પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ

  • September 24, 2020 

તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સોનગઢ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને મળેલ બાતમીના આધારે તા.22મી સપ્ટેમ્બર નારોજ રાત્રે સોનગઢના ચોરવાડ ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ઉપર વોચ ગોઠવી હતી.

 

તે દરમ્યાન ઇન્ડિકા કાર નંબર જીજે/05/એયુ/4567 આવતા તેને અટકાવી ચાલક મોહમદ રફીક મોહમદ સલીમ શેખ રહે,ગોપીપુરામ-સુરત તથા ખાતીજાબીબી ઉર્ફે સલમા ઉર્ફે મુન્ની ઉર્ફે કાલી મેહમુદનબી શેખ રહે,મોટી મસ્જિદ સામે, રાંદેર-સુરત ની અટકાયત કરી કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ ટીન બીયરના બોક્સ નંગ 8, બોટલ નંગ 312 જેની કિંમત રૂપિયા 31,200/- તથા મોબાઈલ ફોન નંગ 2 જેની કી.રૂ.1000/- અને ઈન્ડીકા કાર મળી કુલ રૂપિયા 1,32,200/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

પોલીસ તપાસમાં દારૂનો જથ્થો આપનાર નવાપુર ખાતે એસ.એમ.વાઇન શોપમાં કામ કરનાર એક ઇસમ તથા દારૂ મંગાવનાર હનીફ ઉર્ફે હન્નુ રહે,કોસાડ,અમરોલી-સુરત નો હોવાનો જાણવા મળ્યું હતું. બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે ચાર જણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application