વાલોડના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા હાઇવે પાસે ઈલેક્ટ્રીક લાઈનના પોલથી કરંટ લાગતા એક ભેંસનું સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું.
વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો ને.હા.૫૩ રોડ બાજુમાં સોમા કંપની પાસે ને.હા.૫૩ રોડની મર્જિન પડતર જમીનમાં ઉભા કરેલ ઈલેક્ટ્રીક લાઈન ના લોખંડના બે પોલ (ગડર) પાસે બાલુભાઇ લખુભાઇ રબારી (રહે,બાજીપુરા,નદી પાર કુંભારવાડ ફળિયું,તા.વાલોડ જી.તાપી) નાઓ તેઓના પશુઓ ગાયો તથા ભેંસ ચરાવતા હોય તે દરમિયાન એક ભેંસ ઈલેક્ટ્રિક લાઈન ના લોખંડના બે પોલ (ગડર) સાથે બાંધેલ તાળિયા નો તાર સાથે ભેંસનું સિંગડું તથા ગરદન નો ભાગ તથા પાછળના જમણી સાઈડના થાપા ના ભાગે અડી જતા ઇલેક્ટ્રિક જીવંત વીજ પ્રવાહનો કરંટ લાગતા સ્થળ પર મૃત્યુ થઈ હતી. જે અંગેની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. તેમજ આગળની તપાસ અ.હે.કો.કમલેશભાઈ કૃષ્ણભાઇ ને સોંપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application