મુંબઇનાં મીરા, ભાયંદર, વસઇ, વિરાર (એમવીવીની) પોલીસે તાજેતરમાં વિરાર (વે.)માં ચાલતા એક સેક્સ રેકેટનો પર્દાફાશ કરી 17 વર્ષની એક સગીરાને દોજખમમાંથી બચાવી લીધી હતી. જોકે આ કેસની વધુ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ કેસનો મુખ્ય આરોપી અને મૂળનો બાંગ્લાદેશી નાગરિક અશોક દાસ અત્યાર સુધી બાંગ્લાદેશથી 200થી વધુ છોકરીઓ/મહિલાઓને માનવ તસ્કરી/દાણચોરીથી મુંબઇ લઇ આવ્યો હતો અને આ લોકોને મુંબઇ અને આસપાસના વેશ્યાલયોમાં વેચી દીધી હતી. બનાવ અંગે એમબીવીવીનાં સમાજસેવા શાખાના એક અધિકારીના જણાવ્યાનુસાર વિરાર (વે)માં મ્હાડાની એક બિલ્ડીંગમાં સેક્સ રેકેટ ચાલતુ હોવાની ગુપ્ત માહિતી તેમને મળી હતી. આ માહિતી મળ્યા બાદ તેમણે અર્નાળા પોલીસ સાથે મળી તે સ્થળે છાપો માર્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે 17 વર્ષની સગીરા અહીંતી મળી આવી હતી. સગીરાનો બચાવ કર્યા બાદ પોલીસે આરોપી દાસની પીટા કાયદા હેઠળ ધરપકડ કરી હતી.
જ્યારે પોલીસે કરેલી ધરપકડમાં ખૂબ જ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, ભૂતકાળથી માંડી અત્યાર સુધીમાં સારી નોકરી અને ઉધામ ભવિષ્યની લાલચે 200થી વધુ છોકરીઓ/મહિલાઓને બાંગ્લા દેશથી તસ્કરીથી મુંબઇ લઇ આવ્યો છે. તેણે આ મહિલાઓને મુંબઇ અને આસપાસના શહેરના વેશ્યાલયોમાં વેચી દિધી હતી. મહિલાઓની આ તસ્કરીમાં તેને તેના એક સાથીદારે મદદ કરી હતી. આ વ્યક્તિ બોર્ડર ક્રોસ કરી મહિલાઓને પ્રથમ કોલકાતા લઇ આવતો અને ત્યારબાદ મુંબઇ લાવવામાં આવતી. અહીં મહિલાઓને લવાયા બાદ દાસ તેમને ભાડાના એપાર્ટમેન્ટમાં રાખતો અને કોલકાતાનું તેમનું જન્મસ્થળ બતાવી તેમનું બનાવટી બર્થ સર્ટિફિકેટ બનાવી લેતો. આ વાતને પુષ્ટિ આપતા વધુ એક અધિકારીએ જણાવ્યું હતું કે, દાસ દર અઠવાડિયે ઓછામાં બે મહિલાઓને તસ્કરીથી મુંબઇ લાવતો અને પીડિતાઓને મુંબઇ, થાણે, નાલાસોપારા, વસઇ-વિરાર અને નવી મુંબઇના વેશ્યાલયોમાં વેચી દેતો હતો. જયારે ધરપકડ બાદ પોલીસે હવે સાગરિતો અને અન્ય આરોપીઓને પકડી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500