Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના યુવકો માટે લશ્કરી ભરતીમાં જોડાવાની ઉજ્જ્વળ તક

  • June 11, 2021 

ગુજરાતના ૨૦ જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે આગામી તા.૫ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન ગોધરાના કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે લશ્કરી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલીમાં લશ્કરની ૭ - સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટ્રેડમેન , સોલ્જર ટેકનીકલ, સોલ્જર ટેકનીકલ (એવિએશન/કોમ્યુનિકેશન એકઝામીનર), સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ /નર્સિંગ વેટરનરી આસિસ્ટન્ટ અને સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર/ટેકનીકલ/ઇન્વેન્ટરી મેનેજમેન્ટની જગ્યાઓ સમાવેશ થાય છે. જેમાં અપરિણીત યુવાનો જોડાઈ શકશે.

 

 

 

 

ભરતીમાં ભાગ લેવા માટે તા.૨૦મી જુલાઇ સુધી https://joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ફક્ત ઓનલાઇન અરજી કરનાર ઉમેદવાર જ ભરતીરેલીમાં ભાગ લઇ શકશે. રેલીમાં હાજર રહેવા ઇ-મેઇલ મારફતે તા ૨૧- જુલાઈ થી ૪- ઓગષ્ટ દરમિયાન જાણ કરવામાં આવશે.

 

 

 

 

રોજગાર અધિકારી એન.ડી.ભીલ દ્વારા જિલ્લાના યુવકોને આ લશ્કરી ભરતી રેલીમાં ઉમેદવારી નોંધાવે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે તથા વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૪/૩, વ્યારા, તાપી, ફોન.નં. ૦૨૬૨૬-૨૨૦૨૮૯/૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application