નવું પુસ્તક પ્રાદેશિક સમાજશાસ્ત્રીય વારસો (ગુજરાતના સંદર્ભમાં) લેખન (સંપાદન) ધવલ મકવાણા (સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોનગઢ,તાપી) અને અજય ડી.વળવીએ (સરકારી વિનયન કોલેજ, સાંતલપૂર, પાટણ) ‘છ’ વિભાગમાં કુલ ૧૯ પ્રકરણ રજૂ કર્યા છે.
આ પુસ્તક પ્રાદેશિક સમાજશાસ્ત્રના ઐતિહાસિક વિકાસ અને પ્રાદેશિક સમાજશાસ્ત્રીઓના પ્રદાન વિશેની વિરલ આંતરદૃષ્ટિ પ્રગટ કરે છે.વધુમાં,પ્રાદેશિક આદિવાસી સમાજશાસ્ત્રીય અભ્યાસોને ઉજાગર કરે છે.વર્તમાન પ્રાદેશિક સમસ્યાઓનો સમાધાનઅર્થે સંશોધનાત્મક તથા ચિંતનાત્મક પરિપ્રેક્ષ્ય અર્થે આ પુસ્તક ઉપયોગી છે.લેખકો (સંપાદન) ગુજરાત શિક્ષણ વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૨ માં ફરજ બજાવે છે.
આ પુસ્તકના સંપાદક ધવલભાઈ અને અજયભાઈ ખુબ સરસ રીતે પૂર્વ કથનમાં જણાવ્યું છેકે, પ્રાદેશિક સમાજશાસ્ત્રીય વારસો (ગુજરાતના સંદર્ભમાં) પુસ્તક લખવાનો હેતુ ગુજરાતના મૂળ વતની એવા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રીઓ વિકાસમાં આપેલ યોગદાનને વિદ્યાર્થીઓ,સંશોધકો,અધ્યાપકો સુધી પહોંચાડવાનો છે, આ પુસ્તક પુસ્તકમાં સમાજશાસ્ત્રીઓનો જીવન પરિચય અને તેમના સમાજશાસ્ત્રના વિકાસમાં આપેલ યોગદાન આલેખન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાદેશિક સમાજશાસ્ત્રના ભૂતકાળ અને વર્તમાન અંગેની વિગતવાર સમજુતી આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500