મહુવા તાલુકાના મુડત ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાંથી એક ઈસમની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં આ ઈસમ બારડોલીના માણેકપોરનો હોવાનું બહાર આવ્યું હતું. મહુવા તાલુકાના મુડત ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાંથી એક ઈસમની લાશ મળી આવી હતી.
જેની ઓળખ બારડોલી તાલુકાના માણેકપુર ગામે ટીગર ફળિવાના જગદીય મોહનભાઈ હળપતિ તરીકે થઈ હતી. જે મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તપાસમાં જાણવા મળ્યુ કે, ગત તારીખ ૨૯-૩-૨૫ નારોજ સાંજના અરસામાં તે બારડોલી તાલુકાના ઉવા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની નહેરના પાણીમાં હાથ પગ ધોવા માટે ગયો હતો. તે દરમિયાન આકસ્મિક રીતે તેનો પગ લપસી જતા તે જહેરના ઊંડા પાણીમાં તણાઇ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application