Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ્પિરેશનલ બ્લોક સુબિર ખાતે 'શિક્ષા એક સંકલ્પ' કાર્યક્રમ યોજાયો

  • October 11, 2023 

દેશ સમસ્તમાં ઉજવાઈ રહેલા 'સંકલ્પ સપ્તાહ'ના કાર્યક્રમો પૈકીના પાંચમા દિવસે 'શિક્ષા-એક સંકલ્પ' કાર્યક્રમ, ડાંગ જિલ્લાના એકમાત્ર એસ્પિરેશનલ બ્લોક-સુબિર ખાતે યોજાઈ ગયો. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એસ્પિરેશનલ બ્લોક સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૩ જેટલા તાલુકાઓને 'મહત્વકાંક્ષી તાલુકાઓ' તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ તાલુકાઓનો પણ દરેક ક્ષેત્રમાં સમુચિત વિકાસ થાય તે હેતુથી, આવા તાલુકાઓમાં તા.૩/૧૦/૨૦૨૩થી તા.૯/૧૦/૨૦૨૩ સુધી 'સંકલ્પ સપ્તાહ'નું આયોજન કરવામાં આવી છે.



જેના અનુસંધાને ડાંગ જિલ્લામાં પણ એસ્પિરેશનલ બ્લોક સુબિરને કેન્દ્ર સ્થાને રાખી, જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા 'શિક્ષા-એક સંકલ્પ' કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે તાલુકાની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓનું આયોજન કરાયું હતું. શિક્ષા સંલગ્ન કામગીરીને સાર્વત્રિક બનાવતા આયોજકોએ, સુબિર તાલુકા સાથે જિલ્લાના અન્ય તાલુકાઓ આહવા અને વઘઇમાં પણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી હતી. જેમાં તમામ શાળાઓમાં "Best Students and Best Teacher Award Ceremony" અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



Digital literacy અંતર્ગત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. Joy of learning અંતર્ગત શાળાઓમાં શાળા ક્લબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. Girls Education અંતર્ગત "Padhegi Beti Badhegi Beti" વિષય પર વકતૃત્વ સ્પર્ધા અને ડિબેટનું સહિત વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ, સુબીર તાલુકાની કુલ ૧૧૬ પ્રાથમિક શાળાઓ અને ૧૪ માધ્યમિક શાળાઓ, આહવા તાલુકાની કુલ ૧૬૮ પ્રાથમિક શાળાઓ અને ૩૨ માધ્યમિક શાળાઓ, તેમજ વઘઈ તાલુકાની કુલ ૧૧૯ પ્રાથમિક શાળાઓ અને ૧૬ માધ્યમિક શાળાઓમા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી 'શિક્ષા-એક સંકલ્પ'ની વિભાવનાને ચરિતાર્થ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application