Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" યોજાશે

  • January 10, 2023 

ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિદ્ધ કરવા અને તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ.11-01-2023ને બુધવારના રોજ સવારે 10.30 કલાકે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા, ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લાના ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને આત્માના 1000 થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" માં ભાગ લેશે.



કાર્યક્રમમાં 23-બારડોલી મતવિસ્તારના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, વ્યારા-ધારાસભ્ય, નિઝર-ધારાસભ્ય, મહુવા-ધારાસભ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ-વિવિધ પદાધિકારીઓ કાર્યક્રમમાં સહભાગી થશે. આ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતોનો તથા ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઈનપુટ બજારમાંથી ખરીદ કર્યા વગર માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે અને તેનાથી થતા લાભો બાબતે માનનીય રાજ્યપાલ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.




જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી વધુ નફો મેળવે તે હેતુસર કાર્યક્રમમાં ખેડૂતો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે, અન્ય ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાવા તરફ આકર્શિત થાય, લોકોના આરોગ્યની સુખાકારી અંગે જાગૃતતા આવે તેમજ ખેડૂતોની આત્મનિર્ભરતામાં સહયોગી બની શકીએ એ માટે તાપી જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ઉત્પાદિત ખેત-પેદાશોનું પ્રદર્શન-વ-વેચાણ અંગેના સ્ટોલ ડૉ.શ્યામાપ્રસાદ ટાઉન હોલના પ્રાંગણમાં રાખવામાં આવશે. જેની મુલાકત લેવા તાપી જિલ્લા તંત્ર અને આત્મા પોજેક્ટ તાપી દ્વારા જાહેરજનતાને ખાસ અનુરોધ કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application