Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના નાણાં મંત્રીના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

  • August 29, 2023 

વિવિધ ૬૩ સ્ટોલ પર રાખડી અને હસ્તકલાની પ્રોડકટને તા. ૨ સપ્ટે. સુધી નિહાળી અને ખરીદી શકાશે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સૌ પ્રથમ વખત વલસાડના રેલવે જીમખાના મેદાન પર તા.૨૭ ઓગસ્ટથી તા.૨ સપ્ટેમ્બર સુધી રાખી અને હસ્તકળા મેળાનું આયોજન કરાયું છે. જેનો શુભારંભ રવિવારે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા સશક્તિકરણ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે તેમનો ઉદેશ્ય હતો કે, મહિલા અને બાળકોનો વિકાસ થાય, તે માટે તેમણે મહિલા અને બાળ વિકાસ ખાતુ શરૂ કર્યુ હતું. મહિલાઓના આર્થિક વિકાસ માટે સખી મંડળો ઉભા કરી આર્થિક ભંડોળ આપ્યા બાદ મહિલાઓ આત્મનિર્ભર બની છે. અનેકવિધ યોજનામાં સબસિડી આપવામાં આવતા ગુજરાતની મહિલાઓએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.



આજે ગુજરાત ડેરી ઉદ્યોગમાં નંબર વન છે. આપણુ દૂધ દિલ્હી સુધી જાય છે. ડેરી ઉદ્યોગમાં બહેનો આજે જે કમાણી કરે છે તેના આંકડા જોઈએ તો તેઓ પોતાના પતિ કરતા પણ વધારે કમાઈ છે. જે માટે નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈનો ખાસ આભાર માનીએ છે. રાજ્ય અને કેન્દ્ર બંને સરકાર બહેનોના વિકાસ માટે સતત કામ કરી રહી છે. દેશની આત્મનિર્ભરતાના બે દ્રષ્ટાંત આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતના વિકાસમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ ખૂબ જ મહત્વનું છે. ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન આત્મનિર્ભર ભારતના દર્શન થયા, આપણા દેશમાં રસી બનાવી અને દેશને કોરોના મુક્ત કરવામાં સફળતા મળી. આત્મનિર્ભર ભારતનું બીજુ ઉદાહરણ ચંદ્રયાન-૩ છે. ચંદ્રયાનની રચના અને સંચાલનમાં મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેઓને વડાપ્રધાનશ્રી રૂબરુ મળ્યા અને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.



વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર બનતા પરિવાર પણ આત્મનિર્ભર બની રહ્યો છે અને તેના થકી સમાજ, રાજ્ય અને આખો દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે. આજે અહીં જે મેળાનું આયોજન થયુ છે તેમાં મહિલાઓને સ્ટોલ નિઃશૂલ્ક ફાળવાયા છે. અહીં જે પ્રોડક્ટ વેચવામાં આવે છે તે મહિલાઓ જાતે બનાવે છે. તેઓને પોતાની પ્રોડક્ટનો સારો ભાવ મળશે. ભવિષ્યમાં પણ મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ હેઠળ કાર્યક્રમો થઈ રહ્યા છે. ગુજરાત સરકારે મહિલાઓના ઉત્થાન માટે વિસ્તૃત બજેટ ફાળવ્યું છે. સમગ્ર વહીવટી તંત્ર, લોક સેવકો અને ચૂંટાયેલી પાંખ સાથે રહીને કામ કરે તો ચોક્કસ સરકારની યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચી શકે છે.



વલસાડમાં આ મેળાનું આયોજન બદલ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ના મેનેજિંગ ડિરેકટર ડો. હસરત જાસ્મીન અને રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી કે.કે.નિરાલાને અભિનંદન પાઠવુ છું. વલસાડ અને ડાંગના સાંસદએ જણાવ્યું કે, એક ડગલુ આત્મનિર્ભરતા તરફ અને વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવા માટે વલસાડ જિલ્લામાં પ્રથમવાર આ મેળાનું આયોજન કરાયુ છે. જેના થકી આદિવાસી જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બનશે. રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી કે.કે.નિરાલાએ જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે કે, સંઘર્ષરત નાનામાં નાનો માણસ આત્મનિર્ભર બને અને તેઓને આર્થિક રીતે પગભર થવા માટે પ્લેટફોર્મ મળે. જે માટે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ પ્રયત્નશીલ છે. અલગ અલગ તહેવારો નિમિત્તે સમગ્ર રાજ્યમાં આવા મેળાનું આયોજન થાય છે. જેના થકી મહિલાઓને તો આવક મળે જ છે સાથે સાથે આ મેળા થકી અન્ય અનેક લોકોને પણ રોજગારી મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application