આગામી ગુજરાત વિધાન સભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત તાપી જિલ્લાના 172 વિધાન સભા નિઝરમાં સમાવિસ્ટ સોનગઢ નગરપાલિકા સ્થિત મામલતદારશ્રીની કચેરી ખાતે આશરે 2200 જેટલા વિદ્યાર્થીઓ અને નાગરિકો મતદાન જાગૃતિ રેલી “રન ફોર વોટ, વોટ ફોર તાપી” થીમ આધારે મતદાન જાગૃતિ રેલીનું આયોજન જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા પ્રાયોજના વહિવટદાર, જિલ્લા શિક્ષણ અધિકારી તથા સોનગઢ ચિફ ઓફિસર, સોનગઢ ટી.ડી.ઓ સહિત સોનગઢ મામલતદારશ્રીની ઉપસ્થિતીમાં કરાયું હતું. આ મતદાનની જાગૃતિ માટે નીકળેલી રેલીમાં સુત્રોચ્ચારથી સમગ્ર સોનગઢ નગર ગુંજી ઉઠ્યું હતું.
તાપી જિલ્લા ચૂંટણી તંત્ર અને સોનગઢ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન સોનગઢ મામલતદારશ્રીની કચેરીથી શિવાજી ચોક, નગરપાલિકા કચેરી, હાથી ફળીયા થઇ પારેખ ફળીયા જુના ગામ મેઇન રોડથી બાપા સીતારામ નગરથી ઉકાઇ રોડ, બ્રાહ્મણી ફળીયાથી સ્ટેટ બેંક થઇ શિવાજી ચોકથી મામલતદારની કચેરી ખાતે પરત ફરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી આપણા જિલ્લામાં પ્રથમ તબક્કમાં 1 ડિસેમ્બર 2022 ગુરૂવારના રોજ સવારે 8 થી સાંજે 5 કલાક સુધી મતદાન થનાર છે. જેના માટે મતદારોને જાગૃત કરવા માટે સોનગઢ નગરમાં “રન ફોર વોટ” રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 2200થી વધારે સંખ્યામાં શાળાના, કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સરકારી કચેરીના અધિકારી-કર્મચારીઓ તેમજ સોનગઢ નગરના જાગૃત નાગરિકોએ પણ ભાગ લીધો હતો.
આ પ્રસંગે કલેક્ટરએ 18 વર્ષથી નાના બાળકોને પોતાના પરિવાર અને આજુબાજુના સંબંધિઓને 1 ડિસેમ્બરે અવ્યશય મતદાન કરવા માટે પ્રેરિત કરાતા શપથ લેવડાવી હતી તથા જે પહેલી વખત મતદાન કરવાના છે તેવા કોલેજના વિદ્યાર્થીઓને પણ અચુક મતદાન કરવા જવા માટેના શપથ લેવડાવ્યા હતા. આગામી ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો મતદાન કરે જેમાં ખાસ કરીને 80 વર્ષથી ઉપરના વડીલ મતદારો, 18 વર્ષના યુવા મતદારો, સગર્ભા માતાઓ અને બહેનો સહિત તમામ મતદારો માટે સુંદર વ્યવસ્થાનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયું છે.
આ રેલીમાં સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ, આદર્શ નિવાસી શાળા, યુનિક વિદ્યાભવન, આર્ટ્સ અને કોમર્સ તથા સાયન્સ કોલેજ, સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓએ પણ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ સિવાય રેલી બાદ સૌએ લીંબુ પાણી, બિસ્કીટ અને ચા માણી હતી. કાર્યક્રમના અંતે “ટીમ તાપી” દ્વારા નિર્માણ પામેલા મતદાન જાગૃતિના ગીતોના સુરીલા તાલ પર બાળકો મન મુકીને નાચ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500