અમદાવાદ શહેરમાં રહેતા ફિલિપિન્સના એક વિદ્યાર્થી સાથે લૂંટની ઘટના બની. વાડજ વિસ્તારમાં પાર્સલ લેવાના બહાને ચાર લૂંટારાઓએ લૂંટ ચલાવી ફરાર થયા. જોકે વાડજ પોલીસે ગણતરીના કલાકોમા લૂંટના ગુનાનો ભેદ ઉકેલીને ચાર આરોપીની ધરપકડ કરી છે. હાલ આ લૂંટ કેસમા ફિલિપીન્સના અન્ય વિદ્યાર્થીના ભાઈની સંડોવણીને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ કસ્ટડીમા ઉભેલા આ ચારેય આરોપીઓને ઘ્યાનથી જુઓ આરોપીઓના નામ છે. ભાવીન ચક્રવતી, ચિરાગ ઉર્ફે જાડુ ચૌહાણ, વિકાસ ઉર્ફે વિકી મકવાણા અને વિશાલ ઉર્પે વિસુ વાઘેલા. જેમના પર આરોપ લાગ્યો છે વિદ્યાર્થી પાસેથી ચલાવવાનો. બનાવ અંગે વિગત એવી છે કે ફિલીપાઈન્સનો એક વિદ્યાર્થી મેડીકલમા અભ્યાસ કરતા મુલચંદ ડાકા નામનો યુવક 13 ફેબુઆરી ભારત આવ્યો હતો. મૂળ રાજસ્થાનનો આ યુવક પોતાના ફિલિપાઈન્સના મિત્ર ફિરોજના ભાઈ નવાબનુ પાર્સલ લેવા રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો.ત્યારે વાડજ ખાતે આ લૂંટારાઓએ યુવકને પાર્સલ લેવા આવ્યો છે તેવુ કહીને મારવાની ધમકી આપીને તેની પાસેથી પાસપોર્ટ, મોબાઈલ અને એટીએમ કાર્ડની લૂંટ કરી હતી. આ ઘટનાની જાણ વાડજ પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમા લૂંટનો ભેદ ઉકેલાની ચારેય આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન સામે આવી છે કે પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા છે જે પૈકી મુખ્ય આરોપી ભાવીન ચક્રવતી વિરૂધ્ધ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમા ગુના નોંધાયા છે.જયારે વિશાલ ઉર્ફે વિસુ વાઘેલા વિરૂધ્ધ વાડજ અને સોલામા મારામારી અને પ્રોહિબીશનના 4 ગુના નોંધાયા. એટલું જ નહીં પણ વિશાલ એક વખત પાસા હેઠળ સજા પણ ભોગવી ચુક્યો છે. આ ઉપરાંત ચિરાગ ચૌહાણ સામે 2 ગુના અને વિકાસ મકવાણા સાને એક ગુનો નોંધાયો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપીઓની ધરપકડ કરીને વાડજ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે આ લૂંટ કેસમા આરોપીઓ નવાબનુ પાર્સલ લેવા આવ્યા હોવાનુ કહીને લૂંટને અંજામ આપ્યો હતો.જેથી લૂંટમા નવાબની સંડોવણી છે કે નહિ તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500