બિઝનેસમેન મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈ-મેલ મોકલવાના આરોપમાં મુંબઈની ગામદેવી પોલીસે તેલંગાણાના એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને તારીખ 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
ગત અઠવાડિયે અંબાણીને અનેક ઈ-મેલ મળ્યા હતા. આ ઈ-મેલમાં પૈસાની માંગ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, એવું લાગે છે કે, કેટલાક કિશોરો દ્વારા શરારત કરવામાં આવી છે. હાલમાં અમારી તપાસ ચાલી રહી છે અને અમે મામલાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીશું. મુકેશ અંબાણીને કુલ પાંચ ઈ-મેલ મળ્યા હતા જેમાં તેમની પાસેથી કુલ 400 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી કંઈ કરે તે પહેલા જ તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application