Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માધ્યમિક શાળામાં ધો.12માં અભ્યાસ કરતી 17 વર્ષની કિશોરીને શિક્ષકે હવસનો શિકાર બનાવી

  • March 16, 2024 

આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકામાં શિક્ષણજગતને સર્મસાર કરતી ધટના સામે આવી છે, જેમાં માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકએ પોતાની દિકરીની ઉમરની વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવતા ચકચાર મચી જવા પામી છે. આંકલાવ તાલુકાનાં એક ગામમાં આવેલી માધ્યમિક શાળામાં ધો.12માં અભ્યાસ કરતી 17 વર્ષની કિશોરી ગત તા.1લી માર્ચનાં રોજ શાળા છુટયા બાદ ધરે પરત નહી પહોંચી લાપતા થઈ જતા પરિવારજનોએ કિશોરીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કિશોરીનો કોઈ પત્તો નહી લાગતા આ બનાવ અંગે પરિવારજનોએ આંકલાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્શ વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 


પોલીસ તપાસ દરમિયાન ગત 11મી માર્ચનાં રોજ કિશોરી આંકલાવ પોલીસ મથકે હાજર થઈ હતી અને તેણી પોતાની મરજીથી ધરેથી ચાલી ગઈ હોવાની કબુલાત કરી હતી, પરંતુ ધો.12ની પરિક્ષા શરૂ થઈ હોઈ પોલીસે વધુ પુછપરછ કરી ન હતી અને કિશોરીને તેણીને ધરે મોકલી દીધી હતી અને પરીક્ષા પત્યા બાદ પોલીસે કિશોરીની ઝીણવટરી પુછપરછ કરતા કિશોરીએ શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા 42 વર્ષિય જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાજએ પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડીને અડાસ ગામે લઈ ગયા બાદ તેણીને ડાકોર નજીક આવેલા પિલોદ ગામે પોતાનાં મિત્રનાં ધરે લઈ જઈ તેણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે આરોપી જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાજની ધરપકડ કરી હતી. તેમજ અપહરણનાં ગુનામાં દુષ્કર્મ અને પોસ્કોની કલમનો ઉમેરો કર્યો હતો. 


પોલીસે જણાવ્યું હતું કે અડાસ ગામનો જયેન્દ્રસિંહ રાજ એકાદ વર્ષથી કોન્ટ્રાકટ બેઝ પર વ્યાયામ શિક્ષક તરીકે માધ્યમિક શાળામાં ફરજ બજાવતો હતો તેમજ ધો.12માં અભ્યાસ કરતી 17 વર્ષિય સગીર કિશોરી સ્પોર્ટસમાં એકટીવ હોઈ વ્યાયામ શિક્ષકની નજીક આવી હતી અને એથ્લેટીકસમાં કિશોરી હોંશિયાર હોઈ જયેન્દ્રસિંહ રાજ વિવિધ રમતગમત ટુર્નામેન્ટોમાં વડોદરા, નડિયાદ ગાંધીનગર સહીતનાં ગામોમાં જવાનું હોય ત્યારે કિશોરીને પોતાની સાથે લઈ જતો હતો અને આ દરમિયાન શિક્ષક જયેન્દ્રસિંહએ કિશોરીને સ્પોર્ટસમાં આગળ ઉજ્જવળ કારકિર્દી બનાવવાની વાતો કરી કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ કિશોરીને ભગાડીને લઈ ગયો હતો. 


જો કે હોંસિયાર જયેન્દ્રસિંહ રાજએ કિશોરીનાં અપહરણમાં પોતાનું નામ આવે નહી તે માટે તે કિશોરીને પોતાનાં મિત્રનાં ધરે પિલોદ ગામે મુકીને ફરી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવવા હાજર થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ પોલીસ તપાસમાં પોલીસને જયેન્દ્રસિંહ પર શંકા જતા કિશોરીને પોતાની મરજીથી ધરેથી ભાગી ગઈ હોવાનું નિવેદન આપવા સમજાવીને વાસદ પાસે કિશોરીને એકલી છોડી આંકલાવ પોલીસ મથકે હાજર થવા જણાવ્યું હતું. જેથી કિશોરી ગત 11મી માર્ચનાં રોજ આંકલાવ પોલીસ મથકે હાજર થઈ ગઈ હતી અને પોતાની મરજીથી ધરેથી ચાલી ગઈ હોવાનું નિવેદન આપ્યું હતું. પરંતુ પોલીસની ઝીણવટભરી પુછપરછમાં કિશોરીએ શિક્ષક તેણીને ભગાડીને લઈ ગયો હોવાનાં વટાણા વેરી દેતા પોલીસે ગુરૂવારે આરોપી શિક્ષક જયેન્દ્રસિંહ રાજની ધરપકડ કરી તેનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application