Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધ્યપ્રદેશમાં એક સ્કૂલ બસમાં પડી જવાથી 12 વર્ષનાં બાળકનું હાર્ટ એટેકથી મોત

  • December 17, 2022 

મધ્યપ્રદેશમાં એક સ્કૂલ બસમાં પડી જવાથી એક 12 વર્ષનાં બાળકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. આ બાળક સ્કૂલમાંથી છૂટયા બાદ સ્કૂલની જ બસમાં ઘરે જઇ રહ્યો હતો ત્યારે તે ચક્કર આવતા પડી ગયો હતો. આ દરમિયાન જ અચાનક તેને હાર્ટ એટેક આવી ગયો હતો. આટલી નાની ઉંમરમાં હાર્ટ એટેકની આ ઘટનાને કારણે ડોક્ટરોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ ઘટના મધ્ય પ્રદેશના ભિંડમાં સામે આવી હતી. અહીંયા માત્ર 12 વર્ષનાં બાળક મનીષ જાટવનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. મનીષ 4 ધોરણમાં અભ્યાસ કરતો હતો અને બપોરે બે વાગ્યે સ્કૂલમાંથી છૂટયા બાદ તે બસમાં બેઠો હતો. જે દરમિયાન તેને બસમાં ચક્કર આવ્યા અને નીચે પડી ગયો હતો. 




જોકે પરિવારજનોએ જણાવ્યું હતું કે, બાદમાં સ્કૂલના ડ્રાઇવરે ઘટનાની જાણ સ્કૂલ પ્રશાસનને કરતા તાત્કાલીક બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલનાં ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ કોઇ સફળતા ના મળી. હોસ્પિટલના સર્જન ડોક્ટર અનિલ ગોયલે જણાવ્યું હતું કે વિદ્યાર્થી મનીષને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે મૃત અવસ્થામાં હતો.  જયારે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (સીપીઆર) આપ્યું હતું પણ તે ભાનમાં ન આવ્યો. બાળકના માતા પિતાએ પીએમ કરાવવાની ના પાડી હતી. ડોક્ટરને દાવો છે કે, કોરોના મહામારી બાદ બાળકોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ વધી છે જે ચિંતાજનક છે. જ્યારે બાળકના પિતાએ જણાવ્યું હતું કે મારા પુત્રને કોઇ જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારી નહોતી અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application