Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અચૂક મતદાન કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરતા દિવ્યાંગજનો, દિવ્યાંગમતદારો દ્વારા 'મતદાન જાગૃતિ' બાઈક રેલી યોજાઈ

  • April 29, 2024 

અમદાવાદ જિલ્લામાં આગામી તા. 7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને 'મતદાન જાગૃતિ' અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ સાથે શહેર તથા જિલ્લામાં વિવિધ એનજીઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા પણ 'મતદાન જાગૃતિ' સંદર્ભે વિશિષ્ટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમદાવાદમાં રવિવારે દિવ્યાંગજનોએ'મતદાન જાગૃતિ' બાઈક રેલી યોજી નાગરિકોને મત આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્યાંગમતદારો દ્વારા યોજાયેલી આ બાઈક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. દિવ્યાંગમતદારોએ હાથમાં મતદાન જાગૃતિનાં વિવિધ બેનરો અને પોસ્ટર્સ જેવા કે, 'વોટ ફોર સ્યોર', 'દસ મિનિટ દેશ માટે', 'ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ' જેવાં વિવિધ સૂત્રો દ્વારા નાગરિકોનેદેશહિતમાં મતદાન કરવાની અપીલ કરી હતી. અંધજનમંડળથી પ્રસ્થાન થયેલી દિવ્યાંગજનોની આ બાઈક રેલી હેલ્મેટ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, રાણીપ ક્રોસ રોડ, સુભાષબ્રીજ, કલેકટર કચેરી, ગાંધી આશ્રમ, રિવરફ્રન્ટ, પાલડી, પરિમલ ચાર રસ્તા, આઈઆઈએમથીઅંધજન મંડળ પરત ફરી હતી. આમ, દિવ્યાંગજનો દ્વારા 'મતદાન જાગૃતિ' અભિયાનનો નારો બુલંદ કરાયો હતો. આ રેલીમાં જિલ્લા સમાજસુરક્ષા ખાતાના અધિકારી સુશ્રી હેતલબેનપરમાર, સ્વીપનાનોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ, દિવ્યાંગએસોસિએશન તથા વિવિધ સમાજિક સંસ્થાઓનાપ્રતિનિધિઓસહિતના લોકો હાજર રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application