આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્રની સાથે સાથે અનેક એસોસિએશન, સામાજિક સંસ્થાઓ, એનજીઓ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 'મતદાન જાગૃતિ' અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં એસોસિએશન સાથે જોડાયેલા નામાંકિત તબીબોએ અચૂક મતદાનના શપથ લીધા હતા. આ ઉપરાંત ઉપસ્થિત સૌ તબીબોએ પોતાના મેડિકલ સ્ટાફ, મિત્રો તથા સ્વજનોને પણ અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરશે તેવો સંકલ્પ પણ કર્યો હતો.
વધુમાં, મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેના માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જે અનુસાર તબીબો દ્વારા દર્દીઓનેઅપાતાપ્રિસ્ક્રિપશન પર અવશ્ય મતદાનનો સંદેશો આપવા એક વિશિષ્ટ સ્ટેમ્પ લગાડવામાં આવશે, જેથી કરીને દર્દીઓ પણ અચૂક મતદાનનો સંકલ્પ કરવા પ્રેરાય. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા તમામ તબીબોનેપ્રિસ્ક્રિપશન પર મતદાન જાગૃતિનો સ્ટેમ્પ લગાડવા તમામ તબીબોને અપીલ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500