Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા ખાતે 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી : ૩ હજારથી વધુ નાગરિકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા

  • June 21, 2023 

આજરોજ 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે તાપી જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી ધારાસભ્ય મોહનભાઈ કોંકણીનાં અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત વિવિધ મહાનુભાવો તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વ્યારા સ્થિત દક્ષિણાપત વિવિધલક્ષી વિદ્યાલયનાં મેદાન ખાતે કરવામાં આવી હતી. જેમા અંદાજીત ૩ હજારથી વધુ શાળાના બાળકો, અધિકારી-કર્મચારીઓ તથા જાહેર જનતાએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ સૌને યોગાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, યોગ દ્વારા કોઈપણ વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે.



આજે જ્યારે સમગ્ર વિશ્વ યોગ દિવસ મનાવી રહ્યો છે ત્યારે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” નકકી કરવામાં આવેલ છે. યોગા એ ભારત દેશની સંસ્કૃતિ છે. ભારત દેશે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. આપણો દેશ પશ્ચિમી સંસ્કૃતિના કારણે નહીં પરંતુ આપણી સંસ્કૃતિને ટકાવી રાખવાના કારણે આજે પણ નવયુવાન દેશ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર સહિત તાપી જિલ્લા પ્રસાશનની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે કે યોગના માધ્યમથી લોકોની માનસિક અને શારીરીક સ્વાસ્થ્યની ચિંતા કરી ગુજરાતને યોગમય બનાવેલ છે.



આ કાર્યક્રમમાં તાપી જિલ્લાની વિવિધ શાળા અને કોલેજ જેમાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, જે બી એન એસ એ સાર્વજનિક હાઇસ્કુલ, કે બી પટેલ અંગ્રેજી માધ્યમ શાળા, કે કે કદમ કન્યા વિદ્યાલય, મા શિવદૂતિ હાઇસ્કુલ, એમપી પટેલ હાઇસ્કુલ, વિદ્યા ગુર્જરી હાઇસ્કુલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, અરુણાબેન ભક્તા નરસિંહ સ્કૂલ બાજીપુરાના વિદ્યાર્થીઓ તથા શિક્ષણગણ પણ કાર્યક્રમમાં ભાગ લઈ યોગા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ ઉપરાંત પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, રમત ગમત વિભાગ, જિલ્લા પંચાયત સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષાનો કાર્યક્રમને તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણ કાર્યક્રમને સૌએ નિહાળ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application