સોનગઢના અલીફનગર ટેકરા પાસેથી બિનવારસી હાલતમાં મળેલી સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ગાડીના આગળ અને પાછળના ભાગે ભારત સરકાર (GOVT OF INDIA (U/T)) લખેલુ હતું. જેને પગલે પંથકમાં ભારે ચકચાર મચી છે. ભારત સરકાર લખેલી સ્કોર્પિયો ગાડીમાંથી દારૂ મળી આવતા આ વિદેશી દારૂનો જંગી જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે પોલીસે તપાસ શરૂ કરી છે.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે નાઈટ રાઉન્ડમાં હતા તે દરમિયાન સોનગઢ પારેખ ફળીયા તરફ એક સફેદ કલરની ફોર વ્હિલ ગાડીનો ચાલક પોલીસને આવતા જોઈ પોતાના કબ્જા ની ફોર વ્હિલ ગાડી ભગાડી લઈ જતા તેની ઉપર કોઇ ગુનાહીત પ્રવૃતિ અંગે શક જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જોકે ફોર વ્હિલ ગાડીના ચાલકે હાથી ફળીયા ડી.જી.વી.સી.એલ ઓફીસની સામેની ગલીમાં ટેકરા ઉપર લઈ જતા પોલીસે પીછો કરવાનું ચાલુ જ રાખ્યું હતું. દરમિયાન અન્ય પોલીસકર્મીઓને પણ જાણ કરી સામે અલીફ નગર તરફ આવવા જણાવ્યું હતું.
જોકે ફોર વ્હિલ ગાડીના ચાલકે પોતાના કબ્બાની ફોર વ્હિલ ગાડી અલીફનગર ટેકરા ઉપર સાકડી ગલીમાં સીંગાભાઇ વસાવાના ઘર પાસે ઉભી રાખી ચાલક ફરાર થઇ ગયો હતો. સ્થળ ઉપર પહોંચેલી પોલીસે સ્કોર્પિયો ગાડી નંબર જીજે/૧૨/બીડબ્લ્યુ/૫૦૬૫ માં તપાસ કરતા ગાડીમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની તથા ટીન બિયરની બાટલીઓ મળી કુલ્લ નંગ-૯૮૪ જેની કિંમત રૂપિયા કિ.રૂ.૫૦,૪૦૦/નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ૫૦,૪૦૦/- નો ઈંગ્લીશદારૂ, ૮ લાખની સ્કોર્પિયો ગાડી મળી કુલ રૂપિયા ૮,૫૦,૪૦૦/- નો મુદ્દામાલ કબજે ફરાર ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ, તાપી જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રમાંથી મોટા પાયે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે.
ભારત સરકાર લખેલી કારમાંથી મળી આવેલો વિદેશી દારૂ મહારાષ્ટ્રથી લાવ્યો હતો કે, સ્થાનિક બુટલેગરો પાસેથી લાવવામાં આવ્યો હતો તે અંગે પણ પોલીસ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, પોલીસને હજી સુધી આ કાર કોની છે અને કયા ડ્રાઈવર દ્વારા દારૂ લાવવામાં આવ્યો હતો તે અંગે કોઈ માહિતી પોલીસને 24 કલાક બાદ પણ મળી નથી. જે પોલીસની કામગીરી સામે શંકા ઉપજાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500