તાપીમિત્ર ન્યુઝ,આહવા-ડાંગ:મંગળવારે રાત્રીના અરસામાં સાપુતારા તરફથી આહવા રૂટ ઉપર ચાલતી ગુજરાત એસટી નિગમની સાપુતારા-આહવા મિની એસટી બસ જે સાપુતારાથી શશામગહાનને સાંકળતા રાષ્ટ્રીયધોરીમાર્ગના સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ બસ બેકાબૂ બની માર્ગની સાઇડના અંદાજિત ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આબનાવ મંગળવારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં બન્યો હોય જેની જાણ માર્ગ માંથી પસાર થતા વાહનચાલક અને માલેગામના ગ્રામજનોને થતા બસમાં સવાર ચાલક હિમાભાઇ જેઠાભાઇ ખોડિયાર અને મહિલા કંડકટર હેમલતાબેન બાબરભાઇ પરમાર,બંનેની નોકરી આહવા ડેપો તથા અન્ય ત્રણ મુસાફરોને પલટી મારેલી બસ માંથી બહાર કાઢી ઇમરજન્સી સેવા ૧૦૮ ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.જો કે અહીં ચાલક અને મહિલા કંડકટર સહિત બસમાં મુસાફરોને ઓછીવતિ ઇજાઓ પહોચતા મોટી દૂર્ઘટના ટળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application