Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા 2000ની 97.38 ટકા નોટ બેંકમાં જમા થઈ, રૂપિયા 9300 કરોડની કરન્સી હજી પણ બાકી

  • January 02, 2024 

ભારતીય રીઝર્વ બેંકે જણાવ્યું કે, તારીખ 29 ડિસેમ્બર-2023 સુધીમાં રૂપિયા 2000ની 97.38 ટકા નોટો બેંકિંગ વ્યવસ્થામાં પરત આવી ગઈ છે. હવે માત્ર રૂપિયા 9,330 કરોડના મૂલ્યની નોટો જ લોકો પાસ છે. તારીખ 19 મે 2023નાં રોજ રૂપિયા 2000ની ચલણી નોટો પરત ખેંચવાની જાહેરાત કરાઈ હતી. તે સમયે 3.56 લાખ કરોડના મૂલ્યની નોટો ચલણમાં હતી. RBIએ કહ્યું કે, આ નોટો હજુ પણ લીગલ ટેન્ડર કહેવાશે. વર્ષ 2016માં નોટબંધીની જાહેરાત બાદ રૂપિયા 2000ની નોટો ચલણમાં આવી હતી.



બેંકોમાં નોટ બદલવા અથવા જમા કરવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર હતી. જેમની પાસે રૂપિયા 2000ની નોટસ હજુપણ પડી હોય તેઓ રિઝર્વ બેન્કના 19 કેન્દ્રો ખાતે તે જમા કરાવી શકે છે. વર્ષ 2016માં નોટબંધી બાદ રૂપિયા 2000ની નોટો માર્કેટમાં આવી હતી. તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી અને તેના સ્થાને નવા પેટર્નની 500 અને 2000 રૂપિયાની નોટ જારી કરી હતી. જોકે RBIએ રૂપિયા 2000ની નોટો વર્ષ 2018-19થી છાપવાની બંધ કરી દીધી છે. જ્યારે 2021-22માં રૂપિયા 2000ની 38 કરોડ મૂલ્યની નોટો નષ્ટ કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application